<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

કોડિનારના રેવન્યુ વિસ્તારમાં વિફરેલી સિંહણે આતંક મચાવ્યો

૪૮ કલાકથી રહેણાંકમાં ધામા નાખતા સ્થાનિકોમાં ફફડાટઃગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે, તાત્કાલિક આ સિંહ પરિવારને વન વિભાગ પકડે એટલે અમને રાહતનો શ્વાસ મળે

કોડિનાર,તા.૨૦

ગીર સોમનાથમાં કોડીનારના રેવન્યુ વિસ્તાર અને નવાગામની વાડી વિસ્તારમાં પરિવાર સાથે વિફરેલી સિંહણે આતંક મચાવ્યો છે, સિંહણે માનવ હુમલો કરતા લોકોમાં ફફટાડ ફેલાયો છે,સિંહ પરિવારના આતંકને કારણે ગીર સોમનાથ જીલ્લાનું નવાગામ અને આસપાસનો વિસ્તાર થરથર કાપી રહ્યો છે,આસપાસનાં ગામો પણ આ વિફરેલી સિંહણનાં ભયના ઓથાર તળે જોવા મળે છે. ત્યારે ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે, તાત્કાલિક આ સિંહ પરિવારને વન વિભાગ પકડે એટલે અમને રાહતનો શ્વાસ મળે.

ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાના રેવન્યુ વિસ્તારમાં અને નવાગામના વાડી વિસ્તારમાં પરિવાર સાથે વિફરેલી સિંહણે આતંક મચાવ્યો છે. છેલ્લી ૪૮ કલાકમાં ૧ માનવ હુમલો અને રેસીડેન્સીયલ કોલોનીમાં ઘૂસી જતા લોકો ભયભીત બન્યા છે. સિંહ પરિવારનાં આતંકને કારણે ગીર સોમનાથ જીલ્લાનું નવાગામ અને આસપાસનો વિસ્તાર થરથર કાપી રહ્યો છે.આસપાસનાં ગામો પણ આ વિફરેલી સિંહણનાં ભયના ઓથાર તળે જોવા મળે છે. ત્યારે ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે,તાત્કાલિક આ સિંહ પરિવારને વન વિભાગ અહીંથી પકડી અને જંગલમાં મુક્ત કરે. જોકે આ સિંહ પરિવારને પકડવા વન વિભાગની ટીમો બે દિવસથી જહેમત ઉઠાવી રહી છે.પણ સફળતા નથી મળી. હાલમાં ભીષણ ગરમી તેનુ અસલી સ્વરૃપ બતાવી રહી છે ત્યારે ગરમી અને ઉકળાટથી વન્ય પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

ગીર જંગલ વિસ્તારમાંથી પાણી અને ખોરાકની શોધમાં સિંહો ગીર જંગલ છોડી ગીર બોર્ડર વિસ્તારના ગામોમાં આવી ચડે છે. હવે સિંહોએ રેવન્યુ વિસ્તારમાં ધામા નાખતા લોકોમાં ભારે ભય ફેલાયો છે.

ગત તારીખ ૧૬ના રોજ વહેલી સવારે કોડીનાર ખાનગી કોલોની સિમેન્ટ કંપની કોલોનીમાં સિંહ પરિવાર ઘૂસ્યો હતો અને પોતાના બચ્ચાને કોલોનીમાં એકલા મૂકી સિંહણ જતી રહી હતી. જેને વનવિભાગે ૧૨ કલાકની ભારે જહેમત બાદ સિંહ,સિંહણ અને ૩ બચ્ચાંઓનું મિલન કરાવ્યું હતુ. સિંહ પરિવારનું મિલન થતાં જ તેઓ રેવન્યુ ખેતર વિસ્તારોમાં જતા રહેતા કોલોનીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો.

(9:21 PM IST)