<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

ધોરાજીના પ્રાચીન પંચનાથ મહાદેવ મંદિર ખાતે બ્રહ્મલીન પ.પૂ. મહંતશ્રી સંતોષનાથજીમહારાજની ૪૮મી નીર્વાણતિથી મહોત્સવ ઉજવાયો: વિશાળ ધર્મ સભા યોજાઈ

મુક્તાનંદબાપુ, શેરનાથબાપુ. પરસોતમદાસજી મહારાજ. આત્માનંદ સરસ્વતીજી. બ્રહ્મદેવયતિ મહારાજ. શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ. મહાદેવગીરી બાપુ. કનૈયા ગીરીબાપુ. ભરતગીરીજી મહારાજ. શ્રી કનૈયાગીરીજી મહારાજ વિગેરે સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી સંતો મહંતો ધર્મસભામાં ઉપસ્થિત રહ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીના પ્રાચીન પંચનાથ મહાદેવ મંદિર ખાતે બ્રહ્મલીન પ.પૂ. મહંતશ્રી સંતોષનાથજીમહારાજની ૪૮મી નીર્વાણતિથી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો સાથે વિશાળ ધર્મ સભા યોજાઈ હતી
ધોરાજી શહેર બહાર આવેલ સફૂરા નદીને કાંઠે આવેલ પ્રાચીનશ્રી પંચનાથ મહાદેવ મંદિરના બ્રહ્મલીન પ.પૂ. મહંતશ્રી સંતોષનાથજીમહારાજની ૪૮મી નીર્વાણતિથી મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવેલો હતો
સાથે મહોત્સવ અંતર્ગત એકાદશ-૧૧ કુંડી શ્રી વિષ્ણુયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ સાથે વિશાળ ધર્મસભા યોજાઈ હતી
શ્રી પંચનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી મહામંડલેશ્વર સ્વામીશ્રી શ્રઘ્વાનંદગીરી મહારાજ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિશાળ ધર્મ સભામાં બોટાદથી પધારેલા શ્રી આત્માનંદજી સરસ્વતીજી મહારાજ એ જણાવેલ કે આપણે સૌએ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે વિશ્વમાં સનાતન ધર્મનો ડંકો વાગતો રહે અને વિશ્વમાં શાંતિ રહે તે આજની ધર્મસભામાં સંતોની પ્રતિજ્ઞા છે
શ્રી પંચ અગ્નિ અખાડાના સભાપતિ શ્રી મુક્તાનંદબાપુ ચાપરડા એ પોતાની દિવ્ય વાણીમાં જણાવેલ કે ધોરાજી પંચનાથ મહાદેવ મંદિરના શ્રી મહામંડલેશ્વર શ્રદ્ધાનંદ ગિરીજી મહારાજ નાસાની ધીમા યોજાયેલ ધર્મસભામાં એક સાધુને શોભે એ પ્રકારના સંત એટલે સહધાનંદ ગીરીજી મહારાજ છે અને આજે સમગ્ર દેશની અંદર સનાતન ધર્મનો ડંકો વાગી રહ્યો છે ત્યારે આપણે પણ આજની આ ધર્મશાળામાં સનાતન ધર્મની જય ના નારા સાથે વાતાવરણ ઊંચી ઉઠ્યો હતો અને ધોરાજીના મહોત્સવને પૂજ્ય સંતોએ બિરર્દાવ્યા હતા
ભવનાથ જુનાગઢ ગોરક્ષ આદેશ આશ્રમના મહંત શ્રી શેરનાથબાપુ એ તમામ સંતોનો સ્વાગત સાથે આદર કરેલ અને ભંડારામાં તમામ સંતોની પૂજા સાથે દક્ષિણા અર્પણ કરી હતી અને આજના આ ધર્મ સભા ના ત્રિવિધ મહોત્સવને ખૂબ જ હર્ષથી બિરદાવ્યો હતો
ધર્મ સભામાં શ્રી ગિરનાર મંડલ ગોંડલ મંડલ ગિરનાર છાયા મંડલ વિગેરે મંડલોના સંતો જેમાં બીલખાચાપરડા ના પંચ અગ્નિ અખાડાના સભાપતિ શ્રી મુક્તાનંદબાપુ . શ્રી પંચ દશનામ આહવાન અખાડાના શ્રી મહંત ભરત ગીરીજી મહારાજ મહુવા. દિલ્હીના પૂર્વ સાંસદ તેમજ ગિરનાર છાયા મંડળના પ્રમુખ શ્રી મહેશગીરી  મહારાજ જુનાગઢશ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ શાંતેશ્વર મહાદેવ મંદિર જુનાગઢ મહામંડલેશ્વર શ્રી જગજીવનદાસજી મહારાજ ભવનાથ. ભવનાથ ના મહાદેવગીરીબાપુ ગોંડલ ખડ દર્શન મંડળના પ્રમુખશ્રી પરસોત્તમદાસજી મહારાજ તેમજ બોટાદ થી પધારેલા શ્રી આત્માનંદજી સરસ્વતી મહારાજ. અમદાવાદ નેશનલ હાઈવે કુવાડવા ના ગીરનાર આશ્રમના મહંત યતી શ્રી બ્રહ્મદેવજી મહારાજ . શ્રી પંચ દર્શનામ આહવાન અખાડાના શ્રી મહંત ભરત ગીરી મહારાજ મહુવા. તેમજ શ્રી પંચ દશનામ જુના અખાડાના સેક્રેટરી પૂજ્ય શ્રી કનૈયા ગીરજી મહારાજ વિછીયા જસદણ તેમજ વિક્રમ ગીરીજી મહારાજ ઘેલા સોમનાથ વિગેરે સંતો મહંતો સૌરાષ્ટ્ર ભરમાંથી પધાર્યા હતા
સાથે વિશાળ ધર્મસભા માં  હિન્દુ સમાજ અને હિન્દુ સાધુ સંતોની ચિંતા કરી હતી
11 કુંડી વિષ્ણુ યજ્ઞમાં યજ્ઞના મુખ્ય આચાર્ય પદે શાસ્ત્રી પૂજય રાજેશભાઈ કે. જાની એ વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞ ની પૂર્ણાહુતિ કરી હતી
મુખ્ય યજમાન પદે પ્રદિપકુમાર ખીમજીભાઈ હિરપરા - ધોરાજીસહ યજમાન પિન્ટુભાઈ કિશોરભાઈ ઠુંમર - ધોરાજી મનસુખભાઈ હરિભાઈ ઠુંમર - વિગેરે દિવ્ય લાભ લીધો હતો
ધર્મ સભા મહા યજ્ઞ અને મહાપ્રસાદ ભંડારાના પ્રેરિત મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો
સાધુ સંતોના ભંડારામાં સૌરાષ્ટ્ર ભર માંથી સાધુ સંતો પધાર્યા હતા તેઓનો સન્માન ધોરાજી પંચનાથ મહાદેવ મંદિરના મહામંડલેશ્વર સ્વામીશ્રી શ્રઘ્વાનંદગીરી મહારાજએ ભેટ પૂજા આપી તમામ સંતોનો સન્માન કર્યું હતું
ધર્મ સભા મહાયજ્ઞ તેમજ ભંડારા સહિતના ત્રિવિધ મહોત્સવને સફળ બનાવવા માટે શ્રી પંચનાથ મંદિર સેવક ગણ એ જહેમત ઉઠાવી હતી

(10:32 PM IST)