<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

મોરબીના કંડલા બાયપાસે જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર હુમલો, ત્રણ વિરુદ્ધ ફરિયાદ.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીના કંડલા બાયપાસ નજીક યુવાન ઉભો હોય ત્યારે જૂની અદાવતનો ખાર રાખી ત્રણ ઇસમોએ યુવાનને ઢીકા પાટું માર મારી માથામાં પીપ મારી ઈજા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.


મોરબીના લાયન્સનગર વિસીપરામાં રહેતા અમિત દિલીપભાઈ સારડા નામના યુવાને આરોપીઓ રુદ્રસિંહ દરબાર રહે લાયન્સનગર વિસીપરા મોરબી, સુદો પટેલ રહે રણછોડનગર મોરબી અને વીરૂ દરબાર રહે લાયન્સનગર વિસીપરા મોરબી એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૯ ના રોજ રાત્રીના નવેક વાગ્યે ઘરેથી નીકળી મિત્ર પરવીન સુરેલા પાસેથી પૈસા લેવાના હોય જેથી પોતાનું મોટરસાયકલ લઈને કંડલા બાયપાસ રોડ કામધેનું પાર્ટી પ્લોટ પાસે ગયો હતો અને મિત્રની રાહ જોતો હોય ત્યારે રુદ્રસિંહ દરબાર, સુદો પટેલ અને વીરૂ દરબાર આવી અગાઉ ઝઘડો થયો હોય જેનો ખાર રાખી બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યા હતા અને ઢીકા પાટું માર મારવા લાગ્યા હતા.

તેમજ વીરૂ દરબાર પાસે પાઈપ હોય અને ઉશ્કેરાઈ જઈને માથામાં પાઈપ મારતા ઈજા થતા માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને યુવાન ભાગી જતા શનાળા બપ્યાસ રોડ પર આવી ભાઈ પ્રવીણભાઈને ફોન કરી જાણ કરી હતી જેથી હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા હતા આમ ત્રણેય ઇસમોએ જૂની અદાવતનો ખાર રાખી બોલાચાલી કરી ઢીકા પાટું માર અને પાઈપ વડે માથામાં મારી ઈજા કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

(1:24 AM IST)