<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

મોરબીના ખાનપર ગામે હાર્ટ એટેકથી શિક્ષકનું મોત.

ખાનપર ગામમાં રહેતા શિક્ષક ઘરે હોય ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા મોરબી ખસેડાયા જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી તાલુકાના ખાનપર ગામમાં રહેતા શિક્ષક આજે પોતાના ઘરે હોય ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા શિક્ષકનું હાર્ટ એટેકને પગલે શિક્ષકનં મોત થયાનું જાણવા મળ્યું છે


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ખાનપર ગામના રહેવાસી રાહુલકુમાર જીવણભાઈ ડાવેરા (ઉ.વ.૨૯) નામના યુવાન ખાનપર ગામે પોતાના ઘરે હોય ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો જેથી સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ડોક્ટર દ્વારા હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે.

મૃતક રાહુલકુમાર ડાવેરા સરકારી શિક્ષક હોવાનું જાણવા મળ્યું છે જેઓ દ્વારકા જીલ્લાના સલાયા ખાતે ફરજ બજાવતા હતા અને ૨ દિવસ પૂર્વે પોતાના વતન ખાનપર ગામે આવ્યા હતા જ્યાં આજે હાર્ટ એટેકથી મોત થયું હતું જેથી પરિવારમાં હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા હતા.

(12:57 AM IST)