તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Tuesday, 21st May 2024
મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા અન્નપુર્ણ રથના માધ્યમથી પ્રસૃતા બહેનોને ઘીનો શીરો અર્પણ કરાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવામાં આવ્યો.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ શ્રી જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેર ના વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે આજરોજ મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શહેર ની સિવિલ હોસ્પીટલ ખાતે ૪૦ જેટલી પ્રસુતા માતાઓને દોશી પરીવારના સહયોગથી ચોખ્ખા ઘીનો શીરો અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રેરક કાર્યમાં શ્રી જલારામ મંદિર મહિલા મંડળના વંદનાબેન ઘેલાણી, રીનાબેન ચૌહાણ, ટીશાબેન ચૌહાણ, પ્રિતીબેન ચંદારાણા, મંજુલાબેન સહીતના અગ્રણીઓ તેમજ સારથી કૌશલભાઈ જાની જોડાયા હતા. ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ ખાતે પ્રસુતાઓ તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને સેવા પ્રદાન કરવામાં આવશે તેમ સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.
(1:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
