<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

મોરબીમાં અનઅધિકૃત હોડીંગ્સ માનવજિંદગી માટે જોખમી, તુરંત કાર્યવાહી કરવા માંગ.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીમાં અધિકૃત અને અનઅધિકૃત હોડીંગ્સ માનવ જિંદગી માટે ખતરો બની સકે છે વાવાઝોડા અને વરસાદની સ્થિતિમાં દુર્ઘટના સર્જી સકે છે જેથી આવા હોડીંગ્સ ઉતારી લેવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

   મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે મોટા હોડીંગ્સ ચોમાસામાં ખતરનાક બની સકે છે તાજેતરમાં મુંબઈમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં નિર્દોષ નાગરિકોના મોત થયા હતા મોરબીમાં પણ હાઈવે અને મુખ્ય બજારમાં આવા મોટા મોટા હોડીંગ જોવા મળે છે અનેક હોડીંગ બોર્ડ નગરપાલિકાને રકમ ભરી કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે અનેક પ્રાઈવેટ મકાન અને દુકાન પર માલિક ચાર્જ લઈને હોડીંગ લગાવે છે ચોમાસામાં આવા હોડીંગ જીવતા બોમ્બ સમાન બની રહે છે.

   

નાના બોર્ડ જાહેર રસ્તા કે થાંભલા પર લગાવે છે આવા બોર્ડ જ્યાં લાગે તે કોન્ટ્રાકટ આપનાર સંસ્થામાં વીમો લીધો છે કે નહિ તેની તપાસ કરવી જોઈએ અને માનવ જિંદગી સામે ચેડા કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે તે માટે કલેકટર અને એસપીને રજૂઆત કરવામાં આવી છે.

(1:12 AM IST)