News of Tuesday, 21st May 2024
ધ્રોલ-તાલુકાના જીવાદોરી સમાજ ઉંડ-૧ ડેમના ૪ દરવાજા ખોલીને સિંચાઇ માટે પાણી છોડાયું: ગામલોકોને ચેતવણી

ધ્રોલઃ ભરઉનાળે સૌની યોજના હેઠળ ધ્રોલ તાલુકાના જીવાદોરી સમાન ઉડ-૧ ડેમના ૪ દરવાજા ખોલીને સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. ડેમથી નીચેના ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઇ છે. ઊંડ ૧ ડેમમાંથી પાણી છોડાયુ ત્રણ તાલુકાના આ ગામડાઓને સાવચેત કરાયા છે. ઊંડ એક ડેમમાંથી આજે રોજ ૬૦ મી. ઘ. ફૂટ પાણી છોડવામાં આવશે, ડેમᅠ નીચે આવતા જામનગર તાલુકાના તમાચણ, રોજીયા, રવાણી ખીજડીયા, ખંભાલીડા, ધ્રાંગડા, સણોસરા ગ્રામજનો જયારે ધ્રોલ તાલુકાના વિરાણી ખીજડીયા, જાળીયા દેવાણી, માનસર, હમાપર, સોયલ, નથુવડલા, માવાપર અને વાંકિયા ગામના લોકો ઉપરાંત જોડિયા તાલુકાના લખતર ગામના ગ્રામજનોને સહિત નંદી પર સાઈટ પર અવરજવર ન કરવા અને સલામત રહેવા સિંચાઈ વિભાગ દ્વારા સચેત રહેવા સુચના આપવામાં આવી છે. (તસ્વીર-અહેવાલઃ સંજય ડાંગર-ધ્રોલ)
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
