News of Tuesday, 21st May 2024
વાંકાનેર વીસીપરાના ૧૭ વર્ષના અહેમદરઝાનું વાહન અકસ્માતમાં મોત
પિતા પાછળ બાઇકમાં બેઠો હતો ત્યારે કારની ઠોકરે ચડી જતાં રાજકોટમાં દમ તોડયોc

રાજકોટ તા. ૨૧: વાંકાનેરના વીસીપરામાં રહેતો અહેમદરઝા અનવરઅલી બુખારી (ઉ.વ.૧૭) તા. ૧૭/૫ના સવારે સાડા દસેક વાગ્યે બાઇક હંકારી વાંકાનેર મીલ પ્લોટ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણા, કેતનભાઇ નિકોલા, તોફિકભાઇ જુણા, ધર્મેન્દ્રભાઇ હુદડે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આશાસ્પદ દિકરાના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. વધુ માહિતી મુજબ અહેમદરઝા બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. અને છુટક મજૂરી કરતો હતો. તે મિત્રને મળવા ગયો હોઇ ત્યાંથી તેને પિતા તેડવા ગયા હતાં. તે પિતા પાછળ ટુવ્હીલરમાં બેઠો હતો ત્યારે આ અકસ્માત નડયો હતો.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
