<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

કેશોદ વિસ્‍તારમાં યુવાન, પ્રૌઢ વ્‍યક્‍તિનું અપમળત્‍યુ,ગમગીની

યુવકે ફાંસો ખાધો : ૧નું ઝેરી દવા પી લેવાથી મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૧: કેશોદ વિસ્‍તારમાં કાળચક્ર ફરી વળતા બે વ્‍યક્‍તિના અપમળત્‍યુ થયા હતા.

કેશોદ તાલુકાના પંચાળા ગામે રહેતા પરબતભાઈ હીરાભાઈ ચુડાસમા ઉ. વ. ૪૨ નામના યુવાનને છેલ્લા એકાદ વર્ષથી કેન્‍સર ની બીમારી હોય જેનાથી કંટાળી જઈને ગળાફાંસો ખાઈને જીવા દોરી ટૂંકાવી લીધી હતી. યુવાનના આત્‍મઘાતી પગલાથી તેના પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી.

કેશોદ તાલુકાના પ્રાસલી ગામના દોલત સિંહ  કરણાભાઈ પારેડી ઉમર વાળો ૫૦ નામના પ્રૌઢએ ઝેરી દવા ગટગટાવી લેતા અગમ્‍ય કારણસર તેનું જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મળત્‍યુ નીપજ્‍યું હતું.

જ્‍યારે માંગરોળના કારેજ ગામના ભુરાભાઈ લખમણભાઇ કામળિયા ઉ. વ. ૬૦ નામના વળદ્ધ છેલ્લા પાંચ વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય અને આ બીમારી થોડા દિવસથી વધી જતા જેનાથી કંટાળી જઈને આખરે તેમણે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મળત્‍યુ નીપજ્‍યું હતું. પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(11:45 AM IST)