News of Tuesday, 21st May 2024
સાવરકુંડલાઃ મદ્રેસાની સ્કેનીંગ બાબતે રૂબરૂ રજુઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.ર૧ : અમદાવાદ ખાતે પોલીસ કમિશનર શ્રી ને મદ્રેસા ની સ્કેનિંગ બાબતે રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે. મદ્રેસા સ્કેનિંગ ધાર્મિક ભાવના સાથે જોડાયેલ સંવેદનશીલ બાબત છે માટે કોઈપણ ગેરસમજ ઊભી ન થાય અને તંત્રની કાર્યવાહી સકારાત્મક સોહાદ પૂર્ણ માહોલ મા સંપન્ન થાય માટે સ્થાનિક આગેવાનો તથા મદ્રેસા સંચાલકોની આગોતરી જાણ દ્વારા પરસ્પર વિશ્વાસ સંપાદન કરી સ્કેનિંગ કરવા રજૂઆત કરવામાં આવી હતી. અમે નાગરિકોને પણ વિનંતી કરીએ છીએ કે સ્કેનિંગની કાર્યવાહીમાં સરકારી તંત્ર પર વિશ્વાસ મૂકી સ્કેનિંગની કાર્યવાહીમાં સંપૂર્ણ સાથ સહકાર આપે . જો સ્કેનિંગની કાર્યવાહી અન્યાય કરતા પૂર્વગ્રહ યુક્ત જણાશે તો ન્યાય પાલિકા દ્વારા ન્યાય મેળવીશું. અમો ગર્વ સાથે કહીએ છીએ કે આપણી વિશ્વ ની સર્વશ્રેષ્ઠ ન્યાય પરણાલિ ભારતીય નાગરિકોને સંવિધાનિક અધિકારોના રક્ષણ કરવા માટે સક્ષમ અને કટિબદ્ધ છે. પ્રતિનિધિ મંડળ માં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ કોર્પોરેટર ઈમ્તિયાઝ શેખ સિનિયર આગેવાન રફીક નગરી મકબુલન્સારી વાહેદ પઠાણ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
