News of Wednesday, 22nd May 2024
ધોરાજી માં બની હિટ એન્ડ રનની ઘટના:થાર ચાલકે રિક્ષા ચાલકને હડફેટે લેતા ઘટના સ્થળે એકનું મોત: ત્રણને ગંભીર ઇજા
થાર ચાલાક પોતાની ગાડી મૂકીને નાસી ગયો :પોલીસે તપાસ હાથ ધરી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી:-ધોરાજીમાં બની હિટ એન્ડ રન ની ઘટના. ઠાર ચાલ કે રિક્ષા ચાલકને હડફેટે લેતા ઘટના સ્થળે એકનું મોત ત્રણને ગંભીર ઇજા પહોંચી છે
સમગ્ર ગુજરાતમાં હીટ એન્ડ રનની ઘટનાઓ રોજેરોજ બનતી જાય છે અમદાવાદની ઘટનાની સાહિ સુકાણી નથી ત્યાં ધોરાજીના માતાવાડી રોડ ઉપર સાંજના સમયે ઠાર ચાલકે રીક્ષા ને હડફેટે લેતા એક યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું અને ત્રણને ઇજા પહોંચી હતી પોલીસે તપાસ હાથ કરી છે
ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમ એ માહિતી આપતા જણાવેલ કે ધોરાજીના સરદાર પટેલ ચોક માતાવાડી વિસ્તારથી જીન મિલ રોડ ઉપર અજાણ્યો ઠાર ચાલક ગાડી નંબર જીજે 04 ea 0047 નંબરના ચાલકે સામેથી આવી રહેલ રીક્ષા ચાલકને હડફેટે લેતા રીક્ષા ઘટના સ્થળે ઊંધી વળતા રીક્ષામાં કુલ ચાર વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી જેમાંથી જુબેર ઈસ્માઈલભાઈ લુણાગરિયા રહે ધોરાજી આવેડા ચોક વાળાને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજેલું હતું
જ્યારે રહીશ અમીનભાઈ પટેલ (રીક્ષા ચાલક) તેમજ જય કિશન કનૈયાલાલ તેમજ કનૈયાલાલ સાધુરામ રહે જમનાવડ રોડ ધોરાજી કુલ ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક ધોરાજી 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતા
ઇજા ગ્રસ્તો ની તબિયત સુધારાઓ પણ છે તેવું તબીબો એ જણાવયુ હતું
ઉપરોક્ત ઘટનાથી ઠાર ચાલક પોતાની લાલ કલરની ગાડીને સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો....? ઉપરોક્ત ઘટનાની સમાચાર મળતા ધોરાજીના ઇન્સ્પેક્ટર રવિ ગોધમ તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો તેમજ સ્થળ પંચનામો કરીને વિશેષ તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
