News of Saturday, 25th May 2024
સગીરા ન્હાતી હોય તેવા ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી માસીયાઇ ભાઇએ રૂા. ૨.૪૬ લાખના દાગીના પડાવ્યા!
સગીરાના પિતાની ભાયાવદર પોલીસમાં સાઢુનાં દીકરા સામે ફરિયાદઃ ઉપલેટા પંથકમાં ચકચાર

રાજકોટ,તા. ૨૫: ઉપલેટા પંથકમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને પોરબંદર પંથકમાં રહેતો માસીયાઇભાઇએ ફોનથી કોન્ટેક કરી પ્રેમજાળમાં ફસાવી સગીરાને વીડીયોકોલ કરી તેના ન્હવાના સમયના ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂા. ૨.૪૬ લાખના દાગીના બળજબરીથી પડાવી લેતા ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ઉપલેટા પંથકમાં રહેતી ૧૭ વર્ષની સગીરાના પિતાએ ભાયાવદર પોલીસ મથકમાં પોરબંદર પંથકમાં રહેતા સાઢુનો દીકરા સામે ફરિયાદ નોંધાવી છે. સગીરાના પિતાએ ફરિયાદમાં જણાવ્યુ છે કે પોતાને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જેમાં મોટી દીકરી ૧૭ વર્ષની છે. પોતે જુના કપડાનો વેપાર કરે છે. તા. ૨૦ના રોજ પોતે લેડીઝ પર્સની ખરીદી કરવા માટે મુંબઇ ગયા હતા ત્યારે પોતાને ત્યાં પૈસાની જરૂર પડતા પોતે પત્નીને ફોન કરીને કહેલ કે ‘મારે અહીં ખરીદીમાં પૈસાની જરૂર છે જેથી આપણા ઘરે સોનું પડયુ છે તે છોકરાઓને આપ અને તે સોની પાસે જઇ ગોલ્ડ લોન કરાવી પૈસા લઇ આવી મને તે પૈસા મોકલાવો' તેમ વાત કરતા પત્નીએ ઘરમાં સોનાના દાગીના બાબતે તપાસ કરતા સોનાની માળા અને પોતાનું મંગલસૂત્ર જોવા ન મળતા પોતે વાત કરતા પોતે મુંબઇથી પરત આવી ગયા હતા અને દાગીના બાબતે ઘરમાં તપાસ કરતા દાગીના જોવા ન મળતા પોતે પોતાના સંતાનોને આ બાબતે પુછતા પોતાની ૧૭ વર્ષની દીકરીએ વાત કરેલ કે ‘મેં ઘરેણા માસીના દીકરાને તા. ૧૭ના રોજ ઘરમાંથી તુલસી તથા સોનાના મોતી વાળી માળા તથા મંગળસુત્ર લઇ ઉપલેટા બસસ્ટેન્ડે જઇને માસીયાઇભાઇને આપ્યા છે.' તેમ વાત કરતા પોતે તેને કહેલ કે તેને આ દાગીના કેમ આપ્યા તેમ પુછતા સગીરાએ કહેલ કે માસીનો દીકરા સાથે પોતે ૨૦૨૨થી ટેલીગ્રામ તથા વાયબરથી ફોન દ્વારા વાતો કરતી હતી. ત્યારબાદ તે પોતાને ફોન કરીને કહેતો કે ‘તું બાથરૂમમાં ન્હાવા જા ત્યારે મને ફોન કરજે જેથી મે ના પાડતા તેણે મને કહેલ કે તુ મને વિડીયો કોલ નહી કરે તો આપણા વચ્ચેના ફોન કોન્ટેક તથા જે સંબંધો છે. તે હું જાહેર કરી દઇશ તેવી ધમકી આપતા પોતે ન્હાવા જતી ત્યારે માસીયાઇભાઇને વીડીયોકોલ કરતી હતી અને તે પોતાને ન્હાવા સમયના ફોટાઓ વાયરલ કરવા બાબતે ધમકીઓ આપી મારી પાસેથી આ ઘરેણા તથા રોકડ રૂપિયા એક વર્ષ દરમ્યાનમાં મહિને રૂા. ૪ થી ૬ હજાર તેના એસ.બી.આઇ બેંક એકાઉન્ટમાં જમા કરાવતી હતી. તેમજ ૧ વર્ષ પહેલા બોર્ડની પરીક્ષાના સમયે સોનાનો ચેઇન તથા વેકેશનમાં ભાયાવદરમાં એક ગીફટની દુકાન પાસે સોનાના મોતીન માળા તેને આપી હતી' તેમ પોતાની ૧૭ વર્ષની સગીરાએ રડતા રડતા વાત કરી હતી. બાદ પોતે દીકરીની વાત અંગે તપાસ કરતા તે સાચુ કહેતી હોય તેથી પોતે જઇને સાઢુની પત્નીને બનાવ અંગે વાત કરી અને તેના દીકરો હાજર ન હોય તેથી પોતે તેને ફોન કરી વાત કરતા તેણે આ બનાવ ખોટો હોવાનું જણાવ્યુ હતું. બાદ પોતે ભાયાવદર પોલીસ મથકમાં સાઢુના દીકરા સામે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ આર.વી. ભીમાણીએ તપાસ હાથ ધરી છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
