<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

વાંકાનેરમાં પુરૂષોતમભાઇ સોલંકીના જન્‍મદિનની ઉજવણી

 વાંકાનેરઃ ગુજરાત સરકારના સીનિયર મંત્રી કોળી સેનાના સ્‍થાપક પુરૂષોતમભાઈ સોલંકીના 64માં જન્‍મદિવસની કોળી સેના મોરબી જીલ્લા પ્રમુખ રમેશભાઈ બી મકવાણા દ્વારા માંઘાતા મંદિર જીનપરા વાંકાનેર ખાતે મહા આરતી બાળકોને નાસ્‍તો, ગાયમાતાને લીલો ઘાસચારો અને બક્ષીપંચ વિસ્‍તારોમાં જઇ બાળકોને નાસ્‍તો કરાવવામાં આવ્‍યો હતો. મંત્રી પુરૂષોતમભાઈ સોલંકીના પરીવાર સાથે વર્ષોથી રમેશભાઈ મકવાણા ને પરીવારનો નાતો છે રમેશભાઈ મકવાણાના દરેક કાર્યોમા સોલંકી પરીવાર વાંકાનેર ખાતે હાજર પણ રહે છે.(તસ્‍વીર - અહેવાલઃ મહમદ રાઠોડ - વાંકાનેર)

(12:05 PM IST)