તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Saturday, 25th May 2024
ભયંકર ગરમી... આજે સૌરાષ્ટ્ર - કચ્છના ૪ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો ૫ જિલ્લાઓમાં યલ્લો એલર્ટની ચેતવણી
જૂનાગઢ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ તો મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગિર સોમનાથમાં યલ્લો એલર્ટ

અમદાવાદ તા. ૨૫ : રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી કાળઝાળ ગરમી પડી રહી છે. રાજયના મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો ૪૫ને પાર જતાં લોકો આકરી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે હવામાન વિભાગે હજુ પણ હિટવેવની આગાહી કરી છે.
રાજ્યભરમાં આજે પણ આકાશમાંથી અગનવર્ષા વરસતી રહેશે. ૧૯ જિલ્લામાં ગરમીનું ઓરેન્જ, તો નવ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે.
કચ્છ સહિત સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ, તો પાંચ જિલ્લામાં યલો એલર્ટની ચેતવણી છે. જૂનાગઢ, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ, તો મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથમાં ગરમીનું યલો એલર્ટ અપાયુ છે.
કચ્છ-સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને પાર પહોંચ્યો છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૪ ડિગ્રી, તો અમરેલીમાં ૪૩.૮ ડિગ્રી, રાજકોટમાં ૪૨.૭ ડિગ્રી, ભૂજ અને ભાવનગરમાં તાપમાનનોપારો ૪૨. ડિગ્રીને પાર ગયો છે.ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ છે. બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં આકરી ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મધ્ય ગુજરાતના સાત જિલ્લા માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ખેડા, આણંદ,પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ આકરા તાપમાં શકાશે. અમદાવાદ અને ગાંધીનગર ૪૫.૫ ડિગ્રી સાથે શેકાયું, હજુ પણ બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. તાપમાનનો પારો એક ડિગ્રી ગગડ્યો છતા અમદાવાદમાં સામાન્ય કરતા ૩.૬ ડિગ્રી વધુ તાપમાન નોંધાયુ.
ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં આકરી ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
