News of Saturday, 25th May 2024
કલ્યાણપુર પંથકમાં ખુની હુમલાના ગુન્હામાં ૮ ઝડપાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., રપઃ દેવભુમી દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ જામ કલ્યાણપુર પોલીસે ગુન્હાના કામે ફરીયાદી તથા ઇજા પામનાર સાહેદ સાથે આરોપીઓએ મારામારી કરતા હોવાની યુ.બી.અખેડ પો.સબ ઇન્સ. કલ્યાણપુર પો.સ્ટે.નાઓને જાણ થતા તુરંત ઘટના સ્થળે પહોચી ઇજા પામનાર ને તાત્કાલીક સારવાર હેઠળ ભાટીયા ગામે પહોચાડી ૧૦૮ માં ખંભાળીયા હોસ્પીટલે રવાના કરતા ઇજા પમનારને ખંભાળીયાથી વધુ સારવાર માટે જામનગર જી.જી. હોસ્પીટલમાં સારવારમાં દાખલ થતા ફરીયાદીશ્રી જીગ્નેશભાઇ રણમલભાઇ નકુમ રહે. ભાટીયા તા.કલ્યાણપુર વાળાએ કાનાભાઇ દેવજીભાઇ નકુમ વિ. આઠ રહે. બધા ભાટીયા તા.કલ્યાણપુર વિરૂધ્ધ ફરીયાદ આપતા તા.૨૨/૦૫/૨૦૨૪ ના રોજ કલાક-૦૭/૦૦ વાગ્યે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ હોય જેની તપાસ યુ.બી.અખેડ પો.સબ ઇન્સ. કલ્યાણપુર પો.સ્ટે.નાઓ કરતા હોય ગુન્હાની તપાસ દરમ્યાન ગુન્હાના તમામ આરોપીઓને ગણતરીની કલાકોમાં શોધી કાઢી તા.૨૨/૦૫/૨૦૨૪ ના રોજ કલાક-૧૯/૦૦ વાગ્યે ધોરણસર અટક કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.
જેમાં કાના દેવજીભાઇ નકુમ ઉ.વ.૪૦, મનજી રવજીભાઇ નકુમ ઉ.વ.૬૦, રણછોડ ઉર્ફે કારાભાઇ શામજીભાઇ નકુમ, દિનેશ શામજીભાઇ નકુમ ઉ.વ.૪૦, માધા હીરાભાઇ નકુમ ઉ.વ.૬પ, કિશોર પોપટભાઇ નકુમ ઉ.વ.૩૧, રમેશ દેવજીભાઇ નકુમ ઉ.વ.૩૪, ભાવેશ મનજીભાઇ નકુમ ઉ.વ.૩પ્ની અટકાયત કરી છે.
આ કાર્યવાહીમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર યુ.બી.અખેડ તથા પો.હેડ કોન્સ. હરદાસભાઇ ચાવડા તથા મથુરભાઈ ગોજીયા તથા લખમણભાઇ કારાવદરા તથા રામભાઇ ચંદ્રાવાડીયા તથા નારણભાઈ લુણા તથા પો.કોન્સ. નારણભાઈ આંબલીયા, ભરતભાઈ ભૌચીયાએ કરી છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
