<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ૩૩૪૧૩ કેસર કેરીના બોકસની આવક

૧૦ કિલોના ૫૦૦ થી ૧ હજાર ભાવ બોલાયો : હાફૂસ અને બદામ કેરી ના પણ આવક

ગોંડલ. તા.૨૫ : માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની બમ્‍બર આવક થઈ હતી. જે પૈકી સૌથી વધારે બોક્‍સ કેસર કેરીની આવક રહી હતી. આજે કુલ ૩૩૪૧૩ બોક્‍સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે કુલ ૩૧૭૧૬ બોક્‍સ કેરીની આવક રહી હતી.

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના ૧૦ કિલો બોક્‍સનો ભાવ ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા રહ્યો હતો.

બદામ કેરીનો ૧૦ કિલો બોક્‍સનો ભાવ આજે ૫૦૦ થી ૭૦૦ રૂપિયા બોલાયો હતો.

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના ૩૨૮૭૯ બોક્‍સની આવક થઈ હતી.

બદામ કેરીના ૫૩૪ બોક્‍સની આવક થઈ હતી.

(4:14 PM IST)