<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

રાજયમાં સોમવારથી હિટવેવમાં થશે રાહત

‘રેમલ’ વાવાઝોડું પ. બંગાળમાં ભારે તારાજી વેરશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનરે, તા. ર૭ :  ભારતીય મૌસમ વિભાગે આગામી ર૬  તારીખ સુધી રાજસ્‍થાન અને અન્‍ય વિસ્‍તારોની સાથે ગુજરતને પણ હિટવેવ અંતર્ગત રેડ રેલર્ટ જાહેર કરેલ છે. જો કે હવે આજથી થોડી વાદળોની આવાજાહી શરૂ થઇ, ‘રેમલ' વાવાઝોડું કે જે સમુદ્રના ઉંચા તાપમાનને કારણે વધુ મજબુત બની રહ્યું હોઇ, તે દેશભરમાંથી ભેજનું પોતાના તરફ શોષણ કરશે જેને પગલે પવનોનો થોડો વેગ ગુજરાતમાં હવે આગામી દિવસોમાં જોવા મળશે. હાલ રાજયમાં જે રોદ્ર ગરમી પડી રહી છે તે હવે ભૂતકાળ બની જશે.

વાવાઝોડા ‘રેમલ' ની અસર ગુજરાતમાં પણ થવાની છે ? તેવું સામાન્‍ય લોકો સમજી રહ્યા છે. જો કે વાવાઝોડુ અરબ સાગરમાં નહી પણ બંગાળની ખાડીમાં એકટીવ હોઇ ગુજરાતમાં તેની કોઇ અસર થવાની નથી. એ વાત અલગ છે કે નૈઋત્‍યનું ચોમાસુ મે માસના અંત ભાગે અને જુનના પ્રારંભે કેરળથી પ્રારંભ થઇ, ધાર્યા કરતા વહેલું ગુજરાત નજીક આવી પહોંચશે. ગુજરાતમાં ખાસ કરી સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઓણસાલ વરસાદી ઘટ રહેવાની જે સંભાવનાઓ છે તે બાબત મોન્‍સુન પ્રારંભ થયા બાદ ચર્ચા સ્‍થાને યોગ્‍ય ગણાશે.

આઇ એમડી ‘રેમલ'  વાવાઝોડા અંગે પ્રારંભે તે મ્‍યાનમાર તરફ લેન્‍ડફોલ કરશે તેવું દર્શાવતુ હતુ પણ હવે આ વાવાઝોડુ બાંગ્‍લાદેશ અને આસપાસ લેન્‍ડફોલ કરશે તેવો ટ્રેક ચોક્કસ સમય સાથે દર્શાવી રહેલ છે અને આ ચક્રાવાતની અસર પ. બંગાળમાં વેરી સિવિયર અર્થાત અતિભારે વરસાદનું પણ દર્શાવી રહેલ છે.

આવનારા દિવસોમાં અરબ સાગરમાં ઉદ્‌્‌ભવનાર ડીપ્રેસન સિસ્‍ટમ મોન્‍સુનને ઝડપથી આગળ ધપાવશે. હાલ વાતાવરણની રૌદ્રતાએ સમુદ્રોના ઉંચા તાપમાનના કારણે જોવા મળી રહી છે.

(12:52 PM IST)