<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

ચુંટણીના જાહેરનામા વચ્ચે કચ્છમાં ૨૦ દિ'માં ૭ હત્યા

સરહદી જિલ્લામાં કથળતી કાયદો વ્યવસ્થા સામે સરકાર વધુ ગંભીર બને તે જરૂરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ : ભારતને પાકિસ્તાન સાથે જોડતા દેશના પશ્ચિમી સરહદી જિલ્લા કચ્છમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે લોકોમાં અનેક સવાલો છે. અત્યારે ચુંટણી ની આચારસંહિતા ચાલે છે. તે અનુસંધાને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે જાહેરનામું અમલમાં છે. તેમ છતાંયે ૨૦ દિવસમાં કચ્છ જિલ્લામાં હત્યાના સાત બનાવો બન્યા છે. તેમાંયે જિલ્લા મથક ભુજમાં હત્યાનો આ ચોથો બનાવ છે. કચ્છ મોટો જિલ્લો હોવાથી પૂર્વ અને પશ્ચિમ એમ બે પોલીસ જિલ્લાઓ છે. તે ઉપરાંત બોર્ડર રેન્જ આઈજી ઓફિસ પણ છે. તેમ છતાંયે કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દેશની સુરક્ષા સામે પણ પડકાર ઊભો કરે છે. આજે કેફી દ્રવ્યો માટે કચ્છ ટ્રાન્ઝિસ્ટ પોઈન્ટ બન્યું છે. હજારો કરોડનું કેફિદ્રવ્ય ઝડપાઈ ચૂક્યું છે. સ્થાનિકે પણ ગૌ હત્યા ઉપરાંત દારૂ સહિત લેન્ડ, સોલ્ટ, માઈન અને કોલ માફીયાઓ કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે સરકાર રાષ્ટ્રીય હિત માટે ગંભીર બને એ ઇચ્છનીય છે.

(9:23 AM IST)