તા. ૩ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૨ મંગળવાર
News of Wednesday, 29th May 2024
અગ્નિકાંડની સચોટ તપાસ તથા માનવવધનો ગુનો દાખલ કરોઃ માનવ અધિકાર એસોસિયેશન મોરબી જિલ્લાની માંગ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૯: માનવ અધિકાર એસોસિએશન મોરબી જિલ્લા ટીમ દ્વારા મોરબી કલેકટર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી રાજકોટ ગેમ ઝોન માં માનવસર્જિત અગ્નિકાંડમાં નિર્દોષ નાગરિકોના મળત્યુ થયા છે આ દુર્ઘટનાની સચોટ નિષ્પક્ષ તપાસ કરાવી જે જવાબદાર વ્યક્તિ હોય તેના પર માનવવધનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જેથી બીજી વખત આવી દુર્ઘટનાના બને.
આ તકે મોરબી જિલ્લા મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ એ જણાવ્યું હતું કે જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો માનવ અધિકાર એસોસિએશન દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આ કાર્યક્રમમાં હિતેશભાઈ ભટ્ટ, દિલીપભાઈ ડાંગર, વિજયભાઈ ચાવડા નિકુંજભાઈ ઘેટીયા, વિજયભાઈ ડાંગર, અસલમભાઇ શેખ, ગોપાલભાઈ સીતાપરા, ધનજીભાઈ શંખેસરીયા વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા.

(11:23 AM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 