<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

સાયલાના ભાડુકામાં અથાણાના કેરડાના ભાગ મુદ્દે આધેડની હત્‍યા

એકલવાયુ જીવન જીવતા ગોવિંદભાઇ ચતુરભાઇ રીબડીયા ઉપર પથ્‍થરના ઘા ઝીંકીને અંકીત વાલજીભાઇ રીબડીયાએ મોતને ઘાટ ઉતાર્યા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૯ : સાયલાના ભાડુકામાં યુવાને કેરડાના ભાગ મુદ્દે આધેડની પથ્‍થરના ઘા મારી હત્‍યા કરી મળતક ભાડુકાની સીમ જમીનમાં મજૂરી કામ કરતા : આરોપીની અટકાયત સાયલાના ભાડુકા ગામે રહેતા એકલવાયું જીવન ગુજારતા આધેડ સોમવારે કાનપરની સીમમાં કેરડા વીણવા ગયા હતા. આ દરમિયાન ગામના યુવાને કેરડાના ભાગ બાબતે આવેશમાં આવી આધેડના માથાના ભાગે પથ્‍થરોના ઘા મારી મોત નિપજાવી નાસી છૂટયો હતો. પોલીસે મળતકની લાશને સાયલા દવાખાને લઇ જઇને પીએમ માટે મોકલી આપી હતી. અને આરોપીને પોલીસે દબોચી લઇને વધુ તપાસ હાથ ધરી હતી.

સાયલાના ભાડુકા ગામના અંદાજે ૪૭ વર્ષના ગોવિંદભાઇ ચતુરભાઇ રીબડીયા એકલવાયું જીવન જીવતા હતા. છેલ્લા કેટલાક સમયથી ગોવિંદભાઇને દારૂ પીવાની ટેવ હોવાના કારણે પત્‍ની વસંતબેન સાથે અવારનવાર ઝગડો થતો હતો. આથી ૭વર્ષથી વસંતબેન પીયર સુદામડા રહેતા અને ગોવિંદભાઇ ભાડુકાની સીમ જમીનમાં સિઝન મુજબ મજૂરી કામ કરી એકવલાયું જીવન ગુજારતા હતા. હાલમાં અથાણાના કેરડા વીણવાની સિઝન હોવાથી તા. ૨૭-૫-૨૦૨૪ને સોમવારના રોજ સવારે ગોવિંદભાઇ હાથમાં માવાની ગુલાબી કલરની થેલી લઇ કેરડા વીણવા જતા ગામના વિક્રમભાઇ મકવાણાએ જોયા હતા.

પરંતુ બપોરના સમયે કાનપર ગામના પાદરમાં આવેલી સબુરી ડેમના કાંઠે ગોવિંદભાઇની લાશ લોહી લુહાણ હાલતમાં હોવાની પરિવારજનો અને સાયલા ઇન્‍ચાર્જ પીએસઆઇ ડી.ડી. ચુડાસમા, એસ.બી .પટેલ સહિત પોલીસ કર્મીઓને જાણ થતા ઘટના સ્‍થળે દોડી ગયા હતા. લાશને પીએમ માટે સાયલા દવાખાને મોકલી આપી હતી. પોલીસે પરિવારજનોની પૂછપરછ કરતા ભાડુકા ગામના અંદાજે ૨૫થી ૩૦ વર્ષના અંકિતભાઇ વાલજીભાઈ રીબડીયા કાનપર ગામ સીમમાં મુકેશભાઈ ધીરૂભાઇ બાહરૂણીયાની વાડીના શેઢે સંતાયેલો હતો. વાડી માલીકે અંકિતભાઇને ટપારતા નાસી છૂટયો હતો.

વધુમાં ગોવિંદભાઇ પાસે રહેલી ગુલાબી કલરની થેલી અને કેરડા ભરેલી થેલી અંકિત પાસે હોવાથી અંકિતભાઇ શંકાના દાયરામાં આવ્‍યો હતો. આથી અંકિતને ઝડપી લઇ પૂછપુરછ કરતા ગોવિંદભાઇને માથાના ભાગે અણીદાર પથ્‍થર મારી મોત નિપજાવ્‍યું હોવાનું કબૂલ કર્યું હતું. ભોગ બનનાર ગોવિંદભાઇ અને મોત નિપજાવનાર અંકિત ભાડુકા ગામમાં એક દીવાલની આગળ પાછળ રહેતા હતા.

હત્‍યા કરી અંકિત સામે આવેલી વાડીએ સંતાઇને જોતો હતો ગોવિંદભાઇને પથ્‍થરથી મોત નિપજાવીને અંકિત સામે આવેલી મુકેશભાઇની વાડીના શેઢે સંતાઇને કોણ આવે છે તે જોતો હતો. પરંતુ વાડીના માલિકે ટપરતા નાસી છૂટયો હતો. પીએસઆઇ ડી.ડી. ચુડાસમાએ ૨૪ કલાક પહેલા ઝડપી લઇ પૂછપરછ કરી તો અંકિતે ગુનો કબૂલ કર્યો હતો.

(11:32 AM IST)