News of Wednesday, 29th May 2024
‘તમારી જમીનમા પુષ્કળ માયા(સોનુ) છે' : ધાર્મિક વિધીના નામે જામકંડોરણાના ખજુરડાના વેપારી સાથે રૂ.૧૩ લાખની ઠગાઇ
તમે ભોળા માણસ છો, માતાજી પ્રસન્ન થયા છે, બહુ રૂપિયાવાળા બનશો કહી, લાલચ આપી વેપારી મહેન્દ્રભાઇ ડેડકીયાની સાધુના વેશમાં આવેલો શખ્સ તેના ગુરૂજી, શિષ્ય અને જીતુભા તેની સાથે ધુપના પૈસા લેવા આવતા અજાણ્યા શખ્સ સામે ગુનો : ધાર્મિકવિધીમાં એક માણસ બેભાન થઇ જતા માતાજી ક્રોધીત થયા છે તેમ કહી આ માણસને સજીવન કરવા સતોલા ધુપ લાવવુ પડશે. ધુપના એક તોલાનો ભાવ રૂ.૩૧,૦૦૦ રૂ. છે ધુપ લેવાના બહાને ૧૩ લાખ ઓળવી ગયાઃ ફરીયાદી વેપારીએ ઠગ ટોળકીને રૂપિયા આપવા માટે બેન્કમાંથી લોન પણ લીધી

રાજકોટ તા.ર૯ : જામકંડોરણાના ખજુરડા ગામમાં રહેતા વેપારીની દુકાને સાધુના વેશમાં આવેલા એક શખ્સ રૂદ્રાક્ષ આપ્યા બાદ તમે ભોળા માણસ છો, તમને માતાજી પ્રસન્ન થયા છે. મને લક્ષ્મી મળશે, તમારી જમીનમાં પુષ્કળ માયા (સોનુ) છે તમે બહુ જ રૂપિયાવાળા બનશો લાલચ આપ્યા બાદ ધન પ્રાપ્તી માટે વિધી કરાવવાના બહાને માતાજી ક્રોધીત થયા છે. કહી સાધુના વેશમા઼ આવેલા શખ્સ સહિત પાંચ શખ્સોએ ડર બતાવી ધુપના પૈસા આપવા પડશે કહી રૂ.૧૩ લાખ પડાવી લઇ છેતરપીંડી આચરતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ જામકંડોરણાના ખજુરડા ગામમાં સમાજવાડી પાસે રહેતા મહેન્દ્રભાઇ હરસુખભાઇ ડેડકીયા (ઉ.વ.૪૬)એ જામકંડોરણા પોલીસ મથકમાં સાધુના વેશમાં આવેલો શખ્સ તથા તેના ગુરૂજી, તેનો શિષ્ય, જીતુભાઇ અને તેની સાથે ધુપના પૈસા લેવા આવતો અજાણ્યો શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. મહેન્દ્રભાઇએ ફરિયાદમાં જણાવ્યું છેકે પોતે ખેતીકામ અને ઇલેકટ્રીક રીપેરીંગની દુકાન ચલાવે છે. ચાર મહિના પહેલા બાવા સાધુના વેશમાં એક શખ્સ પોતાની દુકાને દક્ષિણા માંગવા આવ્યો હતો. જેથી પોતે તેને રૂ.૧૦ દક્ષીણા આપી હતી. જેથી આ સાધુના વેશમાં આવેલા શખ્સે પોતાને એક રૂદ્રાક્ષ આપી હતી અને તેણે પોતાના મોબાઇલ નંબર પણ લીધા હતા. બાદમાં તા.૧૮-૪ના રોજ પોતાના મોબાઇલ નંબર પર એક ફોન આવતા તેણે જણાવેલ કે હું તમારી દુકાને દક્ષીણા માંગવા આવ્યો હતો. તે વખતે મે તમને એક રૂદ્રાક્ષ આપી હતી. તે બાવા સાધુ બોલુ છુ, તમે ભોળા માણસ છો, તમને માતાજી પ્રસન્ન થયેલ છે. તમને લક્ષ્મી મળશે તમારી પાસે જુના રૂપીયા હોય તો તેનાથી લક્ષ્મી આવશે, તમારે જમીન છે તે જમીનમાં પણ પુષ્કળ માયા (સોનુ) છે તમે બહુ જ રૂપીયા વાળા બનશો, તેમ વાતચીત કરી હતી. બીજા એક શખ્સ તેના ગુરૂજી બોલતા હતા, તેમણે પણ પોતાની સાથે તેજ વાત કરી હતી. આ બંને મોબાઇલ નંબરમાંથી પોતાની સાથે વારંવાર વાતચીત કરી પોતાને આ બંનેએ વિશ્વાસમાં લઇ લીધા હતા. ત્યારબાદ આ બંનેએ પોતાને આ ધન પ્રાપ્તી માટે વીધી કરવાનું કહેલ અને વીધીના સામાન જેમાં ‘ચોખા, ઘઉં, અડદ, લોખંડ, ચાંદી, સોનુ, જુના રૂપિયાના સિકકા, ચુંદડી, કંકુ એમ વિધીનો સામાન લઇ વાંકાનેર પાસે રફાળા બોલાવ્યા હતા. પોતે ત્યાં જતા પોતાને રફાળાનું બાજુમાં અવાવરૂ જગ્યામાં ખાડામાં લઇ ગયેલ ત્યાં આ બાવા સાધુ તથા તેના ગુરૂજી, જીતુભા, એક અજાણ્યો શખ્સ (શિષ્ય) એમ ચાર શખ્સો હતા. તેમાં વીધી કરી અને એક પેટીમા રૂ.પ૦૦-પ૦૦ની નોટો બતાવેલ, આ પેટી બંધ કરી દીધી હતી. દરમિયાન આ અજાણ્યા શખ્સને મોઢામાંથી લોહી નીકળવા લાગેલ અને તે બેભાન થઇ ગયો હતો. બાદ આ ગુરૂજી બોલવા લાગેલ કે માતાજી ક્રોધીત થઇ ગયા છે. હવે તમારા દીકરાને સજીવન કરવા માટે ધુપની જરૂર પડશે. આ ધુપ તમારે રપ તોલા લાવવુ પડશે. આ ધુપનો એક તોલાનો ભાવ રૂ.ર૧ હજાર થાય છે. જે ધુપ તમને જામનગર દ્વારકા રોડ પર જીતુભા દેવા આવશે. તેમ જણાવ્યું હતુ. ત્યારબાદ પોતે ઘરે જતા રહયા હતા અને પોતાને થયુ કે આ અજાણ્યા શખ્સને કંઇક થઇ જશે તેવા ડરથી પોતાની પાસે રૂ.રપ હજાર હતા અને બાકીના પોતે પોતાના મિત્રો પાસેથી હાથ ઉછીના મંડળી ભરવાના બહાને રૂ.પ લાખ લીધા હતા. બાદ પોતાને ગુરૂજીનો ફોન આવેલ અને કહેલ પૈસાનો મેળ થઇ ગયો હોય તો મે ધુપવાળાને કહી દીધુ છે તેમ કહી ત્યાંથી લઇ આવો, બાદ પોતે તા.ર૪-૪ના રોજ જામનગર થઇ દ્વારકા રોડ પર ગયા ત્યારે ત્યાં જીતુભા તથા એક અજાણ્યો બંને હતા. તેણે પોતાને એક શીશીમાં ધુપ ચુંદડી વીટાળેલી હાલતમાં આપી અને પોતે આજીતુભાને રૂપીયા આપી દીધા હતા બાદ પોતે આ ધુપ લઇને પોતાના ઘરેઆવી ગયા હતા. બાદ પોતે પોતાના ભાણેજના લગ્નમાં ગયા હતા. બાદ એક દિવસ પછી પોતાના મોબાઇલમાં ફરી ફોન આવતા ગુરૂજીએ કહેલ કે તમે ધુપમાંથી બે ટીપા તમારી જમીનમાં પાડો અને પાંચ ટીપા આદ્યશકિત મા ના નામના પાડો આમ કહેલ, જેથી પોતે ચુંદડીમાં વીંટાળેલી ધુપની શીશી કાઢેલ તો શીશી તુટી ગઇહ તી તેમાં ધુપ ન હતુ. જેથી પોતે ગુરૂજીને ફોન કરતા તેણે કહેલ કે માતાજી બહુ જ ક્રોધીત થઇ ગયા છે. હવે તમારે બીજુ રપ તોલા ધુપ લાવવુ પડશે. આ ધુપનો એક તોલાનો ભાવ રૂ.૩૧ હજાર રહેશે. જેથી પોતે કહેલ કે હાલ મારી પાસે પૈસા નથી તેનો હુ મેળ કરી તમને ફોન કરીશ. બાદ પોતે પોતાના મિત્રો પાસેથી રૂ.૬ લાખ તથા બે લાખની લોન લઇ પૈસાનો મેળ થઇ ગયો છે. ધુપ લેવા કયા જવાનું છે તેમ કહેતા ગુરૂજીએ કહેલ મે ધુપની શીશી લઇ લીધા છે. તમારે ધુપવાળાને પૈસા દેવા જવાનું છે. વાત કરી હતી. બાદ પોતે તા.૩૦-૪ના રોજ પૈસા લઇને વાંકાનેર રફાળા રોડ પર ગયા હતા. રાત્રે અંધારામાં જીતુભા તથા તેની સાથે એક ધુપવાળા શખ્સે આવેલ અને તેમને રપ તોલાના ધુપના એક તોલાના રૂ.૩૧ હજાર લેખે રૂ.૭.૭પ નો થેલો આપીદીધા બાદ કામ થઇ જશે. તેમ કહેલ આ રીતે આ શખ્સોએ માતાજીને મનાવુ છુ. તમારે પાછો ધુપ લેવો પડશે કહી રૂ.૭૦ હજાર આપી દીધા હતા. આ રીતે આ શખ્સોએ રૂ.૧૩ લાખ લઇ પોતાની સાથે છેતરપીંડી આચરી હોવાની ખબર પડતા પોતે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ વી.એમ.ડોડીયાએ તપાસ હાથ ધરી છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
