<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

વિધર્મી શખ્‍સોએ યુવતિનું અપહરણ કરીને અમરેલીના તરવડામાં કાકા અને બે મહિલાઓને જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરી ધમકી

યુવતિનું અપહરણ કરતા રોકવા જતા ધકકો મારી પછાડી જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરી ધમકી આપ્‍યાની ફરિયાદ

(અરવિંદ નિમળ દ્વારા) અમરેલી,તા.૨૯ :  તાલુકાના તરવડા ગામે ફરિયાદીના રહેણાંક મકાન તથા અમરેલી ઔદ્યોગિક તાલીમ કેન્‍દ્ર ખાતે ઈમામુદ્દીન મહમદ રફીક અલી નાગાણી, મહમદ રફીક અલી નાગાણી રહે અમરેલી તથા એક અજાણ્‍યા મુસ્‍લિમ શખ્‍સે તા. ૧૫-૫ ના જગદીશભાઈ મનુભાઈ ખેદરા અનુજાતિ ઉ.વ. ૩૭ની ભત્રીજીનું અપહરણ કરવાના સમાન ઈરાદે ઘરે જઈ બાવડુ પકડી તેમને પરાણે બાઈકમાં બેસાડી અપહરણ કરવા જતા મંજુલાબેન અને આશાબેન તેમને રોકવાનો પ્રયાસ કરતા તેમને ધકકો મારી પછાડી દઈ મુંઢ ઈજા પહોંચાડી તેમને નહી રોકવા ધમકાવી ગાળો બોલી જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરી જગદીશભાઈની ભત્રીજીનું અપહરણ કરી લઈ ગયેલ. અને મહમદ રફીકઅલીએ જગદીશભાઈની જીલ્લા ઔદ્યોગિક કેન્‍દ્ર અમરેલીની કચેરીએ આવી હું છોકરાનો બાપ છું. તારી ભત્રીજીને મારો છોકરો લઈ ગયો છે. તેવું કહી જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરતા જગદીશભાઈએ પોલિસમાં ફરિયાદ કરવાનું કહેતા તમારે જેને કહેવુ હોય તેને કહો કોઈનું મારા આગળ કાઈ ના આવે બધા મારી આગળ થુલીયા કહેવાય. તેવું જણાવી જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરી પોલિસમાં ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવા ઘમકી આપી અમરેલીમાં નોકરી કરવી હોય તો છાનોમાનો કરજે. નહીતર નોકરી પણ જશે. તેવી જગદીશભાઈને ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 ગોંડલના કેશવાળા ગામે પરીણીતાને ત્રાસ અપાયો 

ગોંડલ તાલુકાના કેશવાળા ગામેહાલપિયર અમરેલીના કેરીયાચાડ ગામે રહેતી ગૌરીબેન નિલેશભાઈ ગીગૈયા ઉ.વ. ૨૭ને પતિ નિલેશકેશુભાઈ, વીરજી મકવાણા, સરોજબેન વીરજીભાઈ મકવાણા મેણા મારી શારીરીક અને માનસિક ત્રાસ આપી ગાળો બોલી ઢીકાપાટું વડે મુંઢમાર મારી ધમકી આપ્‍યાની અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

  બે વાહન ચાલકો સહિત સાત દારૂ પીધેલ હાલતમાં ઝડપાયા

 અમરેલી જીલ્લામાં કાયદો વ્‍યવસ્‍થા જાળવવા તથા આસા માજીક પ્રવળતિ ઉપર રોપ લગાવવા જીલ્લા પોલિસ વડા હિમકર સિંહની સુચનાઅને માર્ગદર્શન હેઠળ ધારીમાંબે વાહન ચાલકો તથા અમરેલી વડિયા, લીલીયા, અમરેલી રૂરુલ સહિત જુદા જુદા ૭  સ્‍થળોએથી નશો કરેલ હાલતમાં પોલિસે છશખ્‍સોને ઢીંગલી થયેલ હાલતમાં ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરી નશો ઉતાર્યો હતો.

  કમોતના બે બનાવો

 અમરેલી જિલ્લામાં કાળ ચક્રફરી વળતા વધુબે કમોતના બનાવો પોલીસ મથકમાં જાહેર થયાં હતાં. જેમાં બગસરના નટવરનગરમાં પ્રૌઢનું તેમજ મોટી કુંકાવાવમાં પ્રૌઢનું ઝેરી દવા પી જતાં મોત નિપજયું હતું.

બગસરા નટવરનગરમાં રહેતા ફિરોજ હુસેનભાઈ ચૌહાણ ઉ.વ.૫૦ના લગ્ન સાતેક વર્ષ પહેલા થયેલ હોય અને થોડા સમય બાદ છુટાછેટાથઇ ગયેલહોય અને પોતે એકલવાયું જીવન જીવતા હોય જેથી પોતાને લાગી આવતા પોતે પોતાની મેળે ઝેરી દવાપી જતાં સારવાર દરમ્‍યાન મોતનિપજયાનું રફીકભાઈ હુસેનભાઈ ચૌહાણે બગસરા પોલીસ મથકમાં જાહે૨કરેલ છે. જયારે બીજા બનાવમાં મોટી કુંકાવાવમાં રહેતાં રમેશભાઈ પોપટભાઈ ડોબરીયા ઉ.વ. ૫૩ના પત્રી ૧૦ વર્ષપહેલા ગુજરી ગયેલ હોય અને બાળકોહોય નહીં. જેથી રમેશભાઈ એકલવાયુ જીવનથી કંટાળી જઈ ઝેરી દવા પી જતાં મોત નિપજયાનું કલ્‍યાણભાઈ પોપટભાઈ ડોબરીયાએ વડીયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(1:34 PM IST)