News of Wednesday, 29th May 2024
મોરબી જીલ્લામાં ફેક્ટરી એક્ટ કાયદાનું યોગ્ય પાલન થાય તો સીલીકોસીસને રોકી શકાય.
સીલીકોસીસ પીડિત સંઘ, મોરબી દ્વારા આવેદન પાઠવ્યું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સીલીકોસીસ પીડીત સંધ, મોરબી દ્વારા મોરબી જિલ્લાના મદદનીશ નીયામક, ઔધ્યોગીક સલામતી અને આરોગ્યનેકાયદાનું પાલન કરવા બાબતે તા. ૨૭/૦૫/૨૪ને રોજ આવેદન પત્ર આવ્યું. મોરબીમાં હાલ ૫૫થી વધુ સીલીકોસીસ દર્દીઓ છે પરંતુ કોઈ પાસે કારખાનામાં કામ કર્યો હોય એવો કોઈ પુરાવો નથી, આને કારણે વળતર દાવો કરી નથી શકતા તો આને માટે જવાબદાર કોણ ? માત્ર માલીકો કે કાયદાનું પાલન કરાવવાની જેમની જવાબદારી છે તેવા અધીકારીઓની પણ? મજૂરોની સુરક્ષા અને સલામતી માટે અને કાયદાઓ બનાવવામાં આવ્યા છેઅને તેના પાલન પર દેખરેખ માટે તંત્રની વ્યવસ્થા કરવામાં આવી છે અને તે તંત્ર નીભાવવા પાછળ ટેક્સ ચુકવનારા નાગરીકોના નાણાં વપરાય છે. પણ તંત્ર તો માલિકોનું રક્ષણ કરવામાં વ્યસ્ત છે. તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
તેથી સંઘ કાયદાના પાલન માટે નીચે મુજબેની માંગણી કરે છે.
૧. સીલીકોસીસ પીડીતો અગાઉ જે કારાખાનામાં કામ કરતાં ત્યાં કામ કર્યાના પુરાવા આપો.
૨. હાલ મોરબી જીલ્લાના દરેક કારખાનામાં કામ કરતાં તમામ કામદારોને આઈ.ડી. કાર્ડ અપાવો.
૩ કામદારોના આરોગ્યના રક્ષણ માટે અનેક જોગવાઈઑ છે તેનું પાલન કરાવો. ધૂળ , અવાજ અને અન્ય પ્રદૂષણોનું માપન કરો અને જે એકમોમાં પ્રદૂષણ નીયત મર્યાદાથી વધુ હોય તેનું લાઇસન્સ રદ કરવા કાનૂની પ્રકીયા હાથ ધરો.
૪. ફેક્ટરી એક્ટ ક. ૧૧૧ મુજબ તમામ કામદારોને સલામતી અને આરોગ્ય માટે તાલીમ આપો. અત્યારસુધી જેને તાલીમ અપાઇ હોય તેના આંકડા જાહેર કરો.
૫. તમામ કામદારોની તબીબી તપાસ કરાવો અને તેના અહેવાલો જાહેર કરો.
૬. તમામ એકમોમાં સેફટી કમીટી બનાવી તેના સભ્યોને તાલીમ આપો.
૭. જે એકમોમાં સીલીકોસીસ પીડીત કામદારો મળ્યા તે એકમના લાઇસન્સ રદ કરો.
આ માંગણી અંગે ૩૦ દીવસમાં યોગ્ય પગલાં લઈ માહીતી આપવા મહેશ મકવાણા દ્વારા માગણી કરવામાં આવી છે
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
