<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

હોટલ રિસોર્ટની ફેક વેબસાઈટ બનાવી ગ્રાહકો સાથે ઠગાઈ : દિલ્હીના યુવકને દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમે ઝડપ્યો

21 વર્ષીય રોનિત સિંધ નામના યુવકે 30 જેટલી અલગ અલગ હોટલ રિસોર્ટની ફેક વેબસાઈટ બનાવી: 40 જેટલી ગુગલ એડ્સ બનાવી યાત્રિકો સાથે છેતરપિંડી આચરી

દ્વારકા : હોટલ રિસોર્ટની ફેક વેબસાઈટ બનાવી ગ્રાહકો સાથે ચેતરપિંડી કરતા દિલ્હીના યુવકને દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. 21 વર્ષીય રોનિત સિંધ નામના યુવક દ્વારા 30 જેટલી અલગ અલગ હોટલ રિસોર્ટની ફેક વેબસાઈટ બનાવી તેમજ 40 જેટલી ગુગલ એડ્સ બનાવી યાત્રિકો સાથે છેતરપિંડી આચરી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પવિત્ર યાત્રાધામ દ્વારકા આવેલું હોવાથી મોટી સંખ્યામાં દેશ વિદેશથી લોકો દ્વારકા આવતા હોય ત્યારે અહીં આવેલી અનેક હોટલોની ફેક વેબસાઈટ બનાવી યુવક બુકિંગના નામે પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવીને લોકો સાથે છેતરપિંડી આચારતો હતો. ત્યારે, દ્વારકા ખાતે આવેલ હોટલ જીંજર હોટેલ માં રૂમ બુક કરવા માગતા ટુરિસ્ટને ફેક વેબસાઈટના માધ્યમથી પોતાના એકાઉન્ટમાં પૈસા પડાવી છેતરપિંડી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. દ્વારકા જિલ્લા સાઇબર ક્રાઇમ દ્વારા યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:41 AM IST)