તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Thursday, 30th May 2024
જુનાગઢમાં તૃપ્તીએ પરિવારજનોની ચિંતાને કારણે ૨૦૦ ટીકડીઓ પી આપઘાત કર્યો
મોટા બહેનને ટીબી છે, માતા છ માસથી પથારીમાં છેઃ સ્વજનોનું દુઃખ ન જોવાતાં મોટા બહેનની ટીબીની બિમારીની ટીકડીઓ પી લીધીઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૩૦: જુનાગઢમાં એક યુવતિએ પોતાના માતા અને બહેનની બિમારી ન જોઇ શકાતાં બહેનની બિમારીની દવા ઘરમાં હોઇ તેની ૨૦૦ જેટલી ટીકડીઓ પી લઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ જુનાગઢમાં દાતાર રોડ પર વાલ્મિકી વાસમાં રહેતી તૃપ્તિબેન ભીખુભાઇ ચુડાસમા (ઉ.વ.૨૩) રાતે વધુ પડતી ગોળીઓ પી જતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને ભાવેશભાઇ મકવાણાએ જુનાગઢ એ-ડિવીઝનમાં જાણ કરી હતી.
તૃપ્તિબેન ત્રણ બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેના સગા રોહિતભાઇના કહેવા મુજબ ઘરમાં મોટા બહેનને ટીબીની બિમારી છે, માતાનો પણ પગ ભાંગી ગયો હોઇ તેઓ છ મહિનાથી પથારીમાં છે. આ રીતે સ્વજનો તકલીફમાં હોઇ તૃપ્તિબેન સતત તેમની ચિંતા કરતાં હતાં. આ કારણે તેણીએ બહેનની બિમારીની બસ્સોથી વધુ ટીકડીઓ પી લીધી હતી. યુવાન દિકરીના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
