<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

કોડીનારમાં લોકમાતા અહલ્‍યાદેવી હોલકરના ૩૦૦ માં જન્‍મજયંતી વર્ષની ઉજવણી

સામાજિક સમરસતા મંચ કોડીનાર દ્વારા સોમનાથ મંદિર ખાતે જન્‍મજયંતી વર્ષની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

(અશોક પાઠક દ્વારા) કોડીનાર,તા. ૩: આપણા ઇતિહાસમાંના નારીરત્‍નોમાંના એક એવા અહલ્‍યાબાઈ હોલકર કે જેઓએ પોતાના શાસનકાળ દરમિયાન હજારો લોક ઉપયોગી, રાષ્ટ્ર ઉપયોગી તેમજ ધાર્મિક કાર્યો કરી પોતાનાસ્ત્રી તરીકેના શાસનકાળને એક નવી ઊંચાઈ આપી હતી. આ વર્ષ જેમના જન્‍મનું ત્રી શતાબ્‍દી વર્ષ છે ત્‍યારે કોડીનાર સોમનાથ મંદિર ખાતે સામાજિક સમરસતા મંચ દ્વારા તેમની જન્‍મજયંતીને લઈને વિભિન્ન કાર્યક્રમો થયા હતા.જેમાંᅠ દીપપ્રાગટ્‍ય દાદા દાદી મંડળ બહેન ચંપાબેન ભટ્ટના હાથે કરી.સંજનાબેન જયેશભાઇ મેર દ્વારા પ્રસંગિક પ્રવચન આપવામાં આવ્‍યું હતું ત્‍યારબાદ મુખ્‍ય વક્‍તા રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ સોમનાથ સહ જિલ્લા કાર્યવાહᅠ રોહિતભાઈ હરિયાણી દ્વારા જીવન તેમજ સમાજમાં સામાજિક સમરસતા ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવી હતી.

કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે કાન ગોપી મંડળ તથા વાલ્‍મિકી સમાજ મહિલા મંડળ ના પ્રમુખᅠ કંચનબેન રાઠોડ હતા તેમજ જાનકીબહેન ગટેચા અહલ્‍યાદેવી હોલકરની સુંદર વેશભૂષા સાથે તેમનું પાત્ર ભજવ્‍યું હતું. આ સમગ્ર કાર્યક્રમના ઉદ્‌ ઘોષક તરીકે બહેનᅠ જાસ્‍મીનબેન પુરોહિત રહ્યા હતા. સામાજિક સમરસના મંચ દ્વારા આ ૩૦૦ માં જન્‍મજયંતી વર્ષ નિમિત્તે સ્ત્રીસશક્‍તિકરણ તેમજ સામાજિક સમરસતાની પહેલ સમા અહલ્‍યાદેવીના કાર્યોની સુગંધ બધે પ્રસરે એવી પહેલ કરવામાં આવી હતી.

(11:59 AM IST)