<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

ગોંડલના ગણેશ જાડેજા વિરૂધ્‍ધના કેસમાં ૩ શખ્‍સોની ધરપકડ : કાર પણ કબ્‍જે લેવાઇ

મોડી રાત્રે ક્રાઇમ બ્રાંચે પકડયા : અન્‍ય આરોપીઓની શોધખોળ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ  તા. ૩ : ગોંડલના પુત્ર ગણેશ જાડેજા સહિત ૧૦ શખ્‍સો વિરૂદ્ધના કેસમાં ક્રાઈમ બ્રાન્‍ચે ૩ શખ્‍સોની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી હાથ ધરી છે.

જૂનાગઢના કોરીયોગ્રાફર સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકી નામના યુવકને સામાન્‍ય બાબતમાં ગોંડલ ખાતે ઉઠાવી જઇ અપહરણ કરી કપડાં ઉતરાવી બેફામ માર મારી વિડીયો ઉતારી જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કર્યાની ફરિયાદ થઈ હતી.

આ ફરિયાદના આધારે ગોંડલના ધારાસભ્‍યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા સહિત ૧૦ શખ્‍સો સામે હત્‍યાની કોશિશ, એટ્રોસિટી એક્‍ટ સહિતની કલમ મુજબ એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધાયો હતો.  આરોપીઓને ઝડપી લેવા માટે જિલ્લા પોલીસવાળા હર્ષદ જોશીની સૂચનાથી  પોલીસની જુદી જુદી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

દરમ્‍યાન મૂડી રાત્રે ક્રાઈમ બ્રાન્‍ચના પીઆઇ જે. જે. પટેલ અને તેમની ટીમે ૩ શખ્‍સોને ઉઠાવી લઈ ધરપકડ કરી હતી અને આ ઇસમો પાસેથી એક કાર પણ કબજે કરવામાં આવી હતી. આ અંગેની માહિતી બપોર બાદ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવશે.

બીજી તરફ ગણેશ જાડેજા સહિતના આરોપીઓની અટકાયત માટેની તજવીજ શરૂ કરી આવી છે.

(12:28 PM IST)