News of Monday, 3rd June 2024
‘તુ કાળી છો અમારા ઘરને લાયક નથી છુટાછેડા આપી દે' કહી એકતાબેનને પતિ-સાસરીયાનો ત્રાસ
તોપખાનામાં વાસમાં માવતરે આવેલી મહિલાની સુરેન્દ્રનગરમાં રહેતા પતિ જીતેશ પરમાર, સાસુ ઇન્દુબેન, સસરા લાભુભાઇ અને દિયર જીજ્ઞેશ સામે ફરિયાદ

રાજકોટ તા.ર : મોરબી હાઉસ પાસે તોપખાનાવાસમાં માવતરે રિસામણે આવેલી મહિલાને તુ કાળી છો અમારા ઘરને લાયક નથી. મારા દિકરાને છુટાછેડા આપી દે કહી સુરેન્દ્રનગરનો જોરાવરનગરમાં રહેતો પતિ, સાસુ, સસરા અને દિયર ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ જામનગર રોડ પર મોરબી હાઉસ પાસે તોપખાના ાવસમાં માતા-પિતા સાથે રહેતા એકતાબેન જીતેશભાઇ પરમાર (ઉ.વ.૩પ)એ સુરેન્દ્રનગરના જોરાવરનગર ખારો કુવા લાલબહાદુર શાષાી સોસાયટીમાં રહેતા પતિ જીતેશ લાભુભાઇ પરમાર, સાસુ ઇન્દુબેન પરમાર, સસરા લાભુભાઇ મગનભાઇ પરમાર અને દિયર જીજ્ઞેશ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. એકતાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાના ૧પ વર્ષ પહેલા જોરાવરનગરના જીતેશ લાભુભાઇ પરમાર સાથે લગ્ન થયા હતા. પોતાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પોતે છ માસથી માવતરના ઘરે રિસામણે આવેલ છે. લગ્ન બાદ પોતે સુરેન્દ્રનગર ખાતે પતિ સાથે સંયુકત પરિવાર સાથે રહેતા હતા. લગ્ન બાદ દસ વર્ષ સુધી પોતાનો ઘર સંસાર સાસરી રીતે ચાલ્યા બાદ સસરાને દારૂ પીવાની ટેવ હોઇ, તે દારૂ પી પોતાની સાથે ઝઘડો કરી ગાળો આપી અવાર નવાર કહેતા કે તુ કાળી છો તુ અમારા ઘરને લાયક નથી તેથી તું મારા દિકરાને છુટાછેડા આપી દે. તેમ મેણાટોણા મારતા હતા. પોતાને દિકરીનો જન્મ થતા પોતાને ઘરમાંથી કાઢી મુકતા ત્રીજા નંબરની પોતે રાજકોટ પિતા સાથે રહેતા હતા. બાદ પતિને દેણુ થઇ ગયેલ હોય જેથી પોતે સાસુ-સસરાને કહેલ કે તમારો દિકરો અવળી સંગતે ચડી ગયો છે અને દારૂ પણ કયારેક પીવે છે. બાદ પોતાના પતિ પોતાને રાજકોટ માવતરે પોતાના કહયા વગર છએક મહિના પહેલા સુરેન્દ્રનગર મોટી દિકરી અને દિકરાને લઇને જતા રહયા હતા. બાદ સાસુ-સસરાએ ફોન કરી નણંદના દિકરાના લગ્નમાં બોલાવેલ અને પોતાને કહેલ કે તારા પતિને તુ તારી સાથે લઇ જા તો પોતે ના પાડતા સાસુ-સસરા અને દિયરે પોતાની સાથે ઝઘડો કરી પતિએ પોતાની સાથે મારકુટ કરી ઘરમાં કાઢી મુકી સાસુએ કહેલ કે તારે અમારા ઘરમાં રહેવાનું નથી. તને જયાં સારૂ લાગે ત્યાં જતી રહે જે. કહી કાઢી મુકયા હતા. બાદ બે મહિના પહેલા પતિની તબીયત સારી ન હોઇ તેની સાર સંભાળ માટે પોતે સાસરીયામાં જતા સાસુએ કહેલ કે અત્યારે શું કામ આવી છો અહી તારૂ કાંઇ કામ નથી તુ અહીંથી જતી રહે. તેમ કહી પોતે રાજકોટ માવતરે આવયા બાદ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ આર.એમ. સાવલીયાએ તપાસ હાથ ધરી છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
