<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં બફારો યથાવત

પવનનું જોર ઘટતા આખો દિવસ અસહ્ય ઉકળાટ

રાજકોટ તા. ૩ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહ્ય ઉકળાટ યથાવત છે. પવનનું જોર ઘટતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા લોકોને આકરા ઉનાળાનો અહેસાસ થાય છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગરમાં ૩ર કિ. મી. ની ઝડપે પવન ફુંકાયો હતો. તે જ પવન ઉકાતા અને મહત્તમ તાપમાનમાં ત્રણ ડીગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં રાહ અનુભવાય હતી.

ગોહીલવાડ પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી તે જ પવન ફુંકાઇ રહ્યો છે. રવિવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩ ડીગ્રી ઘટીને ૩૭.પ ડીગ્રી નોંધાયું હતું. જયારે લઘુતમ તાપમાન ર૭.૬ ડીગ્રી રહેવા પામ્‍યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૪ ટકા રહ્યું હતું. જયારે પવનની ઝડપ ૩ર કી. મી. પ્રતિ કલાકની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૯, મહત્તમ તાપમાન ૩૭, ભેજનું પ્રમાણ ૭ર ટકા, પવનની ગતિ ૭.૪ કી. મી. રહી હતી.

(1:52 PM IST)