<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

મોરબીના લીલાપર ગામે મારામારી-એટ્રોસિટી કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો.

 

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી સેસન્સ કોર્ટમાંથી લીલાપર ગામના મારામારી અને એટ્રોસિટી કેસમાં આરોપીઓ લાલજીભાઈ દેવશીભાઈ, હરેશભાઈ ઉર્ફે હારી જયંતીભાઈ ભંખોડીયાનો નિર્દોષ છુટકારો થવા પામ્યો છે.

મોરબી તાલુકા પોલીસ મથકમાં ગત તા. ૦૬-૦૫-૨૦૧૯ ના ફરિયાદ નોંધાઈ હતી કે રાત્રીના સુમારે ફરિયાદીની દીકરી ભોગ બનનાર પોતાનું મોટરસાયકલ લઈને લીલાપર રોડ પર મેલડી માતાજી મંદિર પાસેથી આવતા હોય ત્યારે આરોપીઓએ તેના બાઈકમાં પીછો કરી લીલાપર રોડ પર ભોગ બનનારની દીકરીને હવે કેમ ફોન કરતી નથી કહેતા દીકરી ઘરે જતી રહી હતી અને તેના પિતાને વાત કરી હતી જે અંગે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા જતા આરોપીઓએ ઝઘડો કરી છરીનો છૂટો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને નળિયા તેમજ પથ્થરના છુટા ઘા કરી રંજનબેનને મુંઢ ઈજા કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
જે કેસ મોરબીના બીજા એડી.ડીસ્ટ્રી.જજ વી એ બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીઓ તરફે સીનીયર એડવોકેટ દિલીપ આર અગેચણીયાએ ધારદાર દલીલો રજુ કરી હતી કોર્ટે બંને પક્ષકારોની તમામ દલીલો ધ્યાને લઈને બચાવ પક્ષના એડવોકેટ દિલીપ અગેચણીયાની દલીલો માન્ય રાખી તમામ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.
   જે કેસમાં આરોપી તરફે એડવોકેટ દિલીપ આર અગેચણીયા, જીતેન ડી અગેચણીયા, જે ડી સોલંકી, હિતેશ પરમાર, રવિ ચાવડા અને કુલદીપ ઝીઝુંવાડિયા રોકાયેલ હતા.

(12:34 AM IST)