News of Tuesday, 4th June 2024
ગોંડલના મોવિયા પાસેના શનિમંદિર ‘શ્રી શનિધામ'માં ગુરૂવારે ઉજવાશે શનિ મહારાજનો જન્મજયંતિ મહોત્સવ
શનિજયંતી નિમિતે શનિયાગ, મહાઅભિષેક તેમજ અન્નકોટનુ આયોજનઃ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૪ : ગોંડલ નજીક મોવિયા પાસે આવેલાં પ્રસિધ્ધ શનિધામ ખાતે જન્મજયંતિ મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાશે.
આગામી તા.૬/૦૬/૨૪ ના રોજ વૈશાખ માસ ની અમાસ નેં ગુરુવાર ના રોજ શ્રી શનિ મહારાજ નો જન્મદિવસ એટલે કે શનિ જ્યંતી નિમિતે ગોંડલ થી નજીક શ્રીનાથગઢ - મોવિયા રોડ પર આવેલા ‘શ્રી શનિધામ' માં આ દિવસે ઉત્સાહભેર ઉજવણી કરવા માં આવશે. સાંજે ૫ વાગ્યે શનિ મહાઆભિષેક અને અન્નકોટ નો કાર્યક્રમ રાખવા માં આવેલો છે. તેમજ રાત્રે ૮ વાગ્યે શ્રી શનિ મહાયાગ નુ આયોજન કરેલ છે. ઙ્કશ્રી શનિધામ ઙ્ક રાજકોટ જિલ્લા મા ગોંડલ તાલુકા ના શ્રીનાથગઢ મોવિયા રોડ પર આવેલું છે. ગોંડલ થી ૧૨ કિ.મી. તેમજ રાજકોટ થી ૪૭ કિ.મી. ના અંતરે આવેલું છે. જ્યાં મુખ્ય પીઠ પર ભગવાન શ્રી શનિ મહારાજ ની વિશાળ મૂર્તિ બિરાજમાન છે. સાથે શ્રી હનુમાનજી પણ બિરાજમાન છે. શાષાી શ્રી જયસુખભાઇ પંડ્યા ની પ્રેરણા થી આ દીવ્ય ‘શ્રી શનિધામ' નું નિર્માણ કરવા ના આવ્યું છે. તો આ અમૂલ્ય અવસર નો લાભ લેવા શ્રી શનિધામ ના વ્યવસ્થાપક રોહિતભાઈ પંડ્યા તરફથી અનુરોધ કરવા માં આવ્યો છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
