News of Tuesday, 4th June 2024
અમે વિશ્વાસ સાથે મત ગણતરીમાં આવ્યા છીએઃ લલીત વસોયા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૪ :.. પોરબંદર લોકસભા બેઠકની આજે મત ગણતરી હાથ ધરાઇ છે. કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા પોરબંદર આયાતી ઉમેદવારને જાકારો આપશે. ખેડૂતો, બેરોજગાર યુવાનો, સહિતનો માર પ્રજા સહન કરી રહી છે તેનો જવાબ આપશે.
આખા દેશ ભાજપ વિરૂધ્ધનો માહોલ છે. ઇન્ડીયા ગઠબંધનની સરકાર બનશે. પોરબંદર લોકસભા બેઠકથી અમે જીતની શરૂઆત કરશું તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
