<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપ-છાંવઃ અસહ્ય ઉકળાટ યથાવત

સાવરકુંડલા-અમરેલી પંથકમાં પડેલ વરસાદ તથા ગોંડલમાં છવાયેલા વાદળા નજરે પડે છે. (તસ્‍વીર : ઇકબાલ ગોરી (સાવરકુંડલા), ભાવેશ ભોજાણી -ગોંડલ)

અમરેલી પંથકમાં ગઇકાલે ઝાપટા વરસ્‍યા બાદ આજે સવારથી મિશ્ર હવામાનઃ બપોરે ગરમીમાં વધારો

રાજકોટ તા.૪: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપ-છાંવનો માહોલ છવાયો છે. અને આવા વાતાવરણ વચ્‍ચે અસહ્ય ઉકળાટ યથાવત છે.

ગઇકાલે અમરેલી પંથકમાં ઝાપટા પડયા બાદ આજે સવારથી મિશ્ર હવામાન છે.

સાવરકુંડલા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલાઃ અમરેલી જિલ્લાના વાતાવરણમાં  પલટો આવ્‍યો છે. ધારી ગીર ગ્રામ્‍ય ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદ પડયો હતો. ખાંભા ગીરના અનીડા સહિત ગામડાઓ કમોસમી વરસાદ પડયો હતો. ધારી ગીરના વીરપુર, ગઢીયા ચાવંડ, ઇંગોરાળા, માધુપુરમાં વરસાદ પડયો હતો. અસહ્ય ઉકળાટ અને ગરમી   બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ચલાલાના ધારગણી વાવડી ગરમલી સહિત ગામડાઓ કમોસમી વરસાદ પડયો હતો.

સાવરકુંડલાના હાથસણીમાં ધોધમાર વરસાદ પડયો હતો. સાવરકુંડલા પીઠવડીમાં કમોસમી વરસાદી છાંટા પડયા હતા. લીલીયા શહેર સાથે ગ્રામીણ પંથકમાં વરસાદી ઝાપટુ પડયું હતું. અમરેલી શહેરમાં હળવું વરસાદ ઝાપટું પડયું છે. સાવરકુંડલા, ધારી અમરેલી, ખાંભામાં હળવા વરસાદી ઝાપટા પડયા હતા.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૭.૫, મહતમ તાપમાન ૩૬.૫, ભેજનું પ્રમાણ ૬૯%, પવનની ગતિ ૧૧.૨ કિ.મી. રહી હતી.(

(11:58 AM IST)