<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

પોરબંદરમાં ભાજપના માંડવીયા અને મોઢવાડીયાની ઐતિહાસિક જીત

લોકસભા બેઠક ઉપર મનસુખભાઇ માંડવીયાને ૩.૮૦ લાખથી વધુ મત : વિધાનસભા પેટા ચુંટણીમાં અર્જુનભાઇ મોઢવાડીયાને ૧,૧૭ લાખથી વધારે મતની લીડ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૪: પોરબંદર લોકસભા અને વિધાનસભા પેટા ચુંટણીમાં ભાજપનું કમળ ખીલ્‍યું છે. પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મનસુખભાઇ માંડવીયા ૩.૮૦ લાખ મતથી વિજેતા થયા છે. તેમજ પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચુંટણીમાં ભાજપના અર્જુનભાઇ મોઢવાડીયાની ૧,૧૭,પ૭પ ની લીડ સાથે ભવ્‍ય જીત થઇ છે. અર્જુનભાઇ મોઢવાડીયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ તેમનો વિધાનસભા પેટા ચુંટણીમાં આ મોટી લીડ સાથે ઐતિહાસિક વિજય થયો છે.

આજે સવારે મતગણતરીના પ્રારંભથી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મનસુખભાઇ માંડવીયા ૭ હજાર મતથી આગળ તેમજ વિધાનસભા પેટા ચુંટણીમાં ભાજપના અર્જુનભાઇ મોઢવાડીયા ૧ર હજાર મતથી આગળ ચાલી રહયા હતા.

મત ગણતરીના બીજા રાઉન્‍ડમાં વિધાનસભા બેઠક પેટા ચુંટણીમાં અર્જુનભાઇ મોઢવાડીયા ૧ર૪૩૭ મત સામે કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઇ ઓડેદરાને ૧૭૬ર મત મળ્‍યા હતા અને ભાજપને ૧૦૬૭પની લીડ મળી હતી.

મત ગણતરીના ત્રીજા રાઉન્‍ડમાં ભાજપના અર્જુનભાઇ ૧૯૩૧૧ મત તેમ રાજુભાઇ ઓડેદરા રપ૮૯ મત મળતા ભાજપની લીડ ૧૬૭રર મળી હતી.

સવારે ૧૧ વાગ્‍યે લોકસભા ભાજપના મનસુખભાઇને ૮૮પ૬ર મત તથા વિધાનસભા પેટા ચુંટણીમાં ભાજપના અર્જુનભાઇ મોઢવાડીયા ૪ર૦૩૮ મતથી આગળ ચાલી રહયા હતા.

ત્‍યાર પછી સાતમાં રાઉન્‍ડમાં વિધાનસભા બેઠક પેટા ચુંટણીમાં ભાજપને ૪ર૦૩૯ મતની લીડ મળી હતી. લોકસભામાં ભાજપના મનસુખભાઇને ૧૦૩૦૮૦ મતથી આગળ મતગણતરીનો અગીયારમો રાઉન્‍ડ લોકસભા બેઠક ભાજપના મનસુખભાઇને ૩૭૩૬ર૩ મત તેમજ તેની સામે કોંગ્રેસના લલીતભાઇ વસોયાને ૧૪૬૮૩૬ મત મળતા ભાજપની રર૬૭૮૭ લીડ થઇ હતી. વિધાનસભામાં ભાજપના અર્જુનભાઇ ૮૩૬૯૪  મતથી આગળ ચાલી રહયા હતા.

મતગણતરીના ૧૪ માં રાઉન્‍ડમાં વિધાનસભા બેઠકમાં ભાજપને ૯૧૩૦૦ મતની લીડ રહી હતી. ભાજપના અર્જુનભાઇને ૧૦૩પપ૬ મત તથા કોંગ્રેસના રાજુભાઇ ઓડેદરાને ૧રરપ૬ મત મેળવી શકયા હતા.

 પોરબંદર વિધાનસભા બેઠક પેટા ચુંટણી રાઉન્‍ડ ૧પ માં ભાજપના અર્જુનભાઇ મોઢવાડીયા ૧૧૦૭પપ મત મળ્‍યા હતા. કોંગ્રેસના રાજુભાઇ ઓડેદરાને ૧૩૪૭પ મત મળતા ભાજપને ૯૭ર૮૦ મતની લીડ મળી હતી.

(4:05 PM IST)