News of Saturday, 8th June 2024
ગોંડલમાં સાયકલ ફેરવતી વખતે પડી જતાં ૧૩ વર્ષના અનિલનું મોત
રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૮: ગોંડલમાં સાયકલ ફેરવી રહેલો ટાબરીયા સાયકલ પરથી પડી જતાં ઇજા થતાં મોત થયું હતું. જાણવા મળ્યા મુજબ ગોંડલમાં પાટીદાર રોડ પર સરકારી આવાસ ક્વાર્ટરમાં રહેતો અનિલ પ્યારૂભાઇ રાઠોડ (ઉ.વ.૧૩) ગઇકાલે સવારે અગિયારેક વાગ્યે ઘર પાસે સાયકલ ફેરવવા નીકળ્યો હતો. તે વખતે સાયકલ પરથી પડી જતાં માથા-શરીરે ઇજાઓ થઇ હતી.
અનિલને પ્રથમ ગોંડલની હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે બેભાન હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. અનિલ બે બહેન અને ચાર ભાઇમાં બીજો હતો અને શાળામાં ભણતો હતો. તેના પિતા કૂકર રીપેરીંગનું કામ કરે છે. લાડકવાયાના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ ગોંડલ પોલીસને જાણ કરી હતી.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
