News of Saturday, 8th June 2024
દ્વારકા પાસેથી ૧૬ કરોડનું ચરસ રેઢુ ઝડપાયું
દેવભુમિ દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેની આગેવાનીમાં ૩ર કિલોના ૩૦ પેકેટ જપ્ત : એસઓજી સહિતની પોલીસ ટીમો દ્વારા તપાસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૮ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેની આગેવાનીમાં એસઓજી સહિત પોલીસ ટીમોએ દરોડો પાડીને ૧૬ કરોડનું ૩ર કિલો ચરસ ૩૦ પેકેટમાં બિનવારસ હાલતમાં મળતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
વરવાળા તથા રૂપેણ બંદરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. તથા દ્વારકા પોલીસને બાતમી મળતા ગઇકાલે સાંજે ચેકીંગ કરતા દ્વારકાના રૂેપેણ બંદર પાસે શાંતિનગર વિસ્તારમાં દરિયા કાંઠે પંદરેક કરોડના મનાતા ર૦થી પચ્ચીસ પેકેડ ચરસ જેવા ડ્રગ્સના પોલીસને સાંપડતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.
દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે રજા પર હોય ઇન્ચાર્જ પો. વડા ડો. હાર્દિક પ્રજાપતિ, ડી. વાય. એસ. પી. સાગર, રાઠોડ તથા એલઓજી પી. ઇ. સીંગારખીયા દ્વારકા પો. ઇ. પેકેટ મળી આવ્યા હતાં.
આખી રાત્રી ચેકીંગ અનેક પેકેટો મળ્યા...!
દ્વારકા જિલ્લાની પોલીસ દ્વારા એસ.ઓ.જી. સહિતની ટીમ દ્વારા ચેકીંગ કરીને શાંતિનગર વરવાળા વચ્ચેના દરિયામાંથી ચરસના પેકેટ મળતા આખી રાત્રી તથા આજે સવારે પણ વિશાળ સંખ્યામાં પોલીસ કાફલા સાથે ચેકીંગ કરીને પેકેટો શોધવાનું સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું તથા વીસથી પચીસ જેટલા પેકેટોનો જથ્થો બીનવારસુ મળી આવ્યો હતો જે અંગે વિશેષ તપાસ પોલીસ એસ.ઓ.જી. ની ટીમ ચલાવી રહી છે.
બે માસ પહેલા પણ પકડાયો
લાખોનો ચરસનો જથ્થો બે માસ પહેલા પણ દ્વારકા વિસ્તારમાંથી પકડાયેલો હતો જે પણ બીનવારસુ મળી આવ્યો હતો તે પછી ગઇકાલે પણ આવી રીતે કરોડોનું ડ્રગ્સ પકડાતા અનેક સવાલો પણ ઉભા થયા છે. કરોડના ડ્રગ્સની મોટાપાયે હેરાફેરી થતી હોય અને પોલીસ પાસે આવુ થોડુ ડ્રગ્સ પકડાવીને મોટો જથ્થો અન્ય રસ્તેથી લઇ જવાતો નહી હોય? તેવો પ્રશ્ન પણ ઉઠયો છે તો કરોડોનું ડ્રગસ બીનવારસુ નાખી દવા પાછળ કયુ આયોજન કે રમત છે તે પણ પ્રશ્ન છે તો આવડો જથ્થો જે ઇન્ટરનેશનલ મારકેટમાંથી જ મળે તે છેક દ્વારકા સુધી કઇ રીતે પહોંચી ગયો? આટલો પકડાયો તો બીજો કેટલો નીકળી ગયો હશે?
અગાઉ પોલીસ તપાસમાં યુએસઇના દેશોમાંથી ખંભાળીયા સલાયા દ્વારકા પંથકમાં ડ્રગ્સ ઉતારીને અહીથી મુંબઇ સહીત સપ્લાય થતુ હોવાનું ખુલ્યું હતું. તથા અગાઉ એસપી સુનીલ જોશીએ મોટુ રેકેટ પકડી પાડીને નાઇઝીરીયન શખ્સોને તથા મુસ્લીમ શખ્સોને મુદામાલ સાથે કરોડોના પકડેલા તે પછી પણ ડ્રગ્સની હેરાફેરી હજુ ચાલુ હોવાનું આ ચરસનો જથ્થો સુચવે છે.
અગાઉ ઇલેકટ્રોનીક વસ્તુઓ તથા સોનાની દાણચોરી થતી હવે ડ્રગ્સની માંગ હોય તથા સંતાડવો સહેલો પડતો હોય અનેક વહાણવાળા પણ આ પૈસા કમાવાના શોર્ટકટમાં પડયા હોય આ ધંધો વ્યાપક બન્યો છે. ત્યારે બીનવારસુ પકડાતા આ જથ્થામાં પોલીસે ઉંડી તપાસ પણ હાથ ધરી છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
