News of Saturday, 8th June 2024
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ૧૯૬૩ર કેસર કેરીના બોકસની આવક
૧૦ કિલોના ૬૦૦ થી ૧ હજાર રૂપિયા ભાવ બોલાયો

ગોંડલ, તા. ૭ : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી હતી. આજે કુલ ૧૯૬૩૨ બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે ૨૦૦૮૪ બોક્સ કેરીની આવક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના ૧૦ કિલો બોક્સનો ભાવ ૬૦૦ થી ૧૦૦૦ રૂપિયા રહ્યો હતો.
બદામ કેરીના ૧૦ કિલો બોક્સનો ભાવ ૩૦૦થી ૫૦૦ રૂપિયા રહ્યો હતો.
રાજાપુરી કેરીનો ૧૦ કિલો બોક્સનો ભાવ આજે ૪૦૦ થી ૪૫૦ રૂપિયા બોલાયો હતો.
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના ૧૯૫૫૦ બોક્સની આવક થઈ હતી.
રાજાપુરી કેરીના ૬૭ બોક્સની આવક થઈ હતી.
બદામ કેરીના ૧૫ બોક્સની આવક થઈ હતી.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
