News of Saturday, 8th June 2024
સાંસદ ભરતભાઇ સુતરીયા સાવરકુંડલા ‘અટલધારા' કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાતે

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૮ : દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જયારે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી વિજેતા બની હોય જેમાં અમરેલી જિલ્લાનાં એક કમળ રૂપી સાસંદ ભરતભાઈ સુતરીયા જંગી લીડ સાથે વિજેતા બન્યા બાદ સૌ પ્રથમ વખત નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા ની વિશેષ ઉપસ્થિતિમાં સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઇ કસવાલાનાં સાવરકુંડલા ખાતે આવેલા અટલધારા કાર્યાલય ખાતે આવ્યાં હતા.
આ તકે લાઠી ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, સાવરકુંડલા તાલુકા પ્રમુખ ભા જ પ જીવનભાઈ વેકરીયા,શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપ પ્રમૂખ પ્રતિકભાઈ નાકરાણી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, જિલ્લા પંચાયત સદસ્યો રાણાભાઇ રાદડિયા, લાલભાઈ મોર, પુનાભાઈ ગજેરા, શરદભાઈ ગોદાણી, એ.પી.એમ.સી ચેરમેન દિપકભાઈ માલાણી સહીત, સંગઠન હોદ્દેદારો, નગરપાલિકા, તાલુકા પંચાયત સદસ્યો ઊપસ્થિત રહ્યા હતા. અને સાંસદ ભરતભાઈ સુતરીયાને અભીનંદન પાઠવ્યા હતા. જયારે સાંસદ ભરતભાઈ સુતરીયા એ ચૂંટણી દરમીયાન સાથ સહકાર આપવા બદલ તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો અને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ‘અટલધારા' કાર્યાલયે વૃક્ષારોપણ કર્યું હતુ..
અત્રે ઉલ્લેખનીય છેકે લોકસભા ચૂંટણીમાં સાવરકુંડલાનાં ધારાસભ્ય મહેશભાઇ કસવાળા એ ભરતભાઈ સુતરીયાને વિજયી બનાવવા માટે દિવસ રાત અથાગ પ્રયત્નો કર્યા હોય સુતરીયા વિજેતા જાહેર થયા બાદ સહુ પ્રથમ સાવરકુંડલાના ધારાસભ્ય કસવાળાનો આભાર વ્યક્ત કરવા અટલધારા કાર્યાલય ખાતે આવ્યાં હતાં.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
