તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Saturday, 8th June 2024
તાલાલા યાર્ડમાં 7100 બોક્સ કેસર કેરીની આવક: ભાવ 10 કિલો બોક્સના 450 રૂપિયાથી 1090 રૂપિયા બોલાયા
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કુલ 18478 બોક્સ કેરીની આવક થઈ: 10 કિલો બોક્સનો ભાવ 700 થી 950 રૂપિયા રહ્યો

તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી આવકમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. આજે તાલાલા ગીર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં કુલ 7100 બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે 9400 બોક્સ કેરીની આવક થઈ હતી.
આજે તાલાના યાર્ડમાં કેસર કેરીના ભાવ 10 કિલો બોક્સના 450 રૂપિયાથી 1090 રૂપિયા બોલાયા હતા.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી હતી. આજે કુલ 18478 બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે 19632 બોક્સ કેરીની આવક થઈ હતી. ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 700 થી 950 રૂપિયા રહ્યો હતો.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
