તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
જામનગરમાં યુવતી ગાંધીનગર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ભાગરૂપે ગ્રાઉન્ડ પર રનીંગ કરી રહી હતી તે સમયે અચાનક હાર્ટ એટેક આવતા મોતઃ પરિવારમાં શોકમાં ફેલાયો

જામનગરઃ જામનગરમાં યુવતી ગાંધીનગર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ભાગરૂપે ગ્રાઉન્ડ પર રનીંગ કરી રહી હતી તે સમયે અચાનક ઢળી પડતા તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. પરંતુ તે હાજર ડોક્ટરે તેઓને મૃત જાહેર કરી હતી. અને ડોક્ટરે જણાવી હતું હાર્ટ એટેકના કારણે યુવતીનું મોત નિપજ્યું હતું. જામનગર રહેલા પરિવારમાં પણ શોખની લાગણી છવાય હતી.
પ્રાપ્ત માહિતી મુજબ જામનગર શહેરનાં રણજીતનગર જુનો ડુડકો ખાતે રહેતા 23 વર્ષીય જાનવી સુરેશભાઈ પારીયાણી ગાંધીનગર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની ગ્રાઉન્ડ તૈયારી કરી હતી. તે સમયે અચાનક જ ઢળી પડતા તેમના મિત્રો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી પરંતુ તે હાજર ડોક્ટરે મૃત જાહેર કરી હતી. જણાવ્યું હતું કે હૃદયરોગનાં યુવતીનું મોત નિપજ્યું છે. ત્યારે યુવતી મિત્રો દ્વારા પરિવારજનો ને જાણ કરતાં તેઓ તાત્કાલિક જામનગર થી ગાંધીનગર જવા માટે રવાના થયો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
