News of Sunday, 9th June 2024
ચાર માસ સિંહોનો સંવનનકાળ દરમિયાન પ્રવાસીઓ માટે સફારીનો રૂટ ચાર મહિના રખાશે બંધ
16 જુનથી 15 ઓક્ટોમ્બર સુધી ચાર મહિના સુધી પ્રવાસીઓ સફારીમાં સિંહના દર્શન કરી શકશે નહીં

જુનાગઢઃ સાસણ ગીરમાં સિંહોનું વેકેશન શરુ થઈ રહ્યું છે. આગામી તારીખ 16 જૂનથી સાસણ ગીરમાં સિંહોનું વેકેશન શરુ થશે. આ વેકેશન ચાર મહિના સુધી ચાલશે. આ વેકેશનના ચાર માસ સિંહોનો સંવનનકાળ કહેવામાં આવે છે.
એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન ગણાતા ગીર નેશનલ પાર્કમાં 16 જુનથી 15 ઓક્ટોમ્બર સુધી ચાર મહિના સુધી પ્રવાસીઓ સફારીમાં સિંહના દર્શન કરી શકશે નહીં. આ સમય દરમિયાન સિંહોનો મેટિંગ સમય હોવાથી 16 જૂનથી 15 ઓક્ટોમ્બર સુધી સિંહોના સંવનનકાળ ચાલતો હોવાથી આ ચાર મહિના સુધી સિંહોનું વેકેશન રહે છે. આથી આ દરમિયાન પ્રવાસીઓ માટે દેવળિયા પાર્ક ખુલ્લું રહે છે.
ચોમાસાંની સિઝનમાં સિંહ સહિત વન્ય જીવો માટે સંવનનકાળ હોવાથી વન્ય જીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન પડી જશે. ચાર માસના વેકેશન દરમિયાન જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે અને પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફારી પાર્ક ચાલું રહેશે. ચોમાસાની સીઝન સિંહો, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોમાં ચોમાસાના સમય દરમિયાન પ્રજનન કાળ ચાલતો હોય છે. જેથી વન્ય જીવોના સંવનનમાં ખલેલ ન પહોંચેતે માટે વન વિભાગ દ્વારા 15 જૂનથી સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે. આ વેકેશન 16 ઓકટોબરે પુર્ણ થાય છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
