<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

જામનગરમાં રામેશ્વરનગર માટેલ ચોક વિસ્તારમાં ક્રિષ્ના પાર્કમા આશિષભાઈ વૈધના મકાનના રસોડામાં આગ : રૂ.80000ની કિંમતનું કિચનનું ફર્નિચર, ફ્રીજ, અને R.O. બળીને ખાખ

જામનગર ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ આગ પર તાબડતોડ કાબુ મેળવ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૯

જામનગર શહેરમાં રામેશ્વર નગર માટેલ ચોક વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક શેરી નંબર 3 ના આશિષભાઈ અરવિંદભાઈ વૈધના રહેણાંક મકાનના રસોડામાં અકસ્માતે આગ લાગી હતી.

    આ અંગેની જાણ થતા જ જામનગર ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો અને આગજનીની ઘટનામાં મકાન માલિક દ્વારા અંદાજીત નુકસાનની રૂ.80000ની કિંમતનું કિચનનું ફર્નિચર, ફ્રીજ, અને R.O. બળીને  ખાખ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. (તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(3:27 PM IST)