News of Monday, 10th June 2024
ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ભારે પવન સાથે અડધો ઇંચ વરસાદ : પાલીતાણા અને સિહોરમાં પણ છૂટો છવાયો વરસાદ : જુઓ વિડીયો
ઉમરાળા પંથકમાં સાંજે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો: વૃક્ષો પડયા. થાંભલા તૂટ્યા, મકાનો અને શેડ ના પતરા ઉડ્યા

#WATCH गुजरात: भावनगर में तेज आंधी के साथ मौसम में बदलाव देखा गया। pic.twitter.com/lMf2UPgklX
— ANI_HindiNews (@AHindinews) June 10, 2024
ભાવનગર: ગોહિલવાડ પંથકમાં જે સાંજે ઉમરાળામાં વાજડી સાથે વરસાદ પડ્યો હતો. ઉમરાળામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે પાલીતાણા અને શિહોરમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે.
ભાવનગરમાં આજે બપોર સુધી ભારે ગરમી બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન પવન ફૂંકાયો હતો .
ભાવનગર જિલ્લાના ઉમરાળા પંથકમાં સાંજે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને વૃક્ષો પડયા હતા. થાંભલા તૂટ્યા હતા . મકાનો અને શેડ ના પતરા ઉડ્યા હતા. ઉમરાળામાં 11 મી.મી. વરસાદ નોંધાયો છે.
જ્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણામાં સાંજે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો સિહોર પંથકમાં પણ સાંજે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેરમાં સાંજે વરસાદી માહોલ ઊભો થયો હતો અને પવન ફૂંકાયો હતો પરંતુ વરસાદ પડ્યો ન હતો.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 40.9 ડિગ્રી નોંધાયું હતું .જ્યારે આજનું લઘુતમ તાપમાન 30.1 ડિગ્રી રહેવા પામ્યું હતું .વાતાવરણમાં ભેજનું પ્રમાણ 40% રહ્યું હતું. જ્યારે પવન ની ઝડપ 26 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ ઊભો થતા મેઘરાજાની પધરામણી થશે તેવી આશાએ ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાય છે
(7:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
