News of Monday, 10th June 2024
જૂનાગઢમાં ૪ દુકાન, વખારના તાળા તોડી તસ્કરોનો તરખાટ
૧ દુકાનમાંથી ૧૦૦૦ની રોકડ ચોરીને નાસી જતાં પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦ : જૂનાગઢમાં ૪ દુકાન, વખારનાં તાળા, નકૂચા તોડી તસ્કરોનો તરખાટ મચાવતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જૂનાગઢમાં દિવાન ચોક પાસે આવેલ જગદીશ રતિલાલ પારેખની દુકાન તેમજ અન્ય વેપારીઓની દુકાનો અને વખાર સહિત ૪ જગ્યાએ શનિવારની રાતે તસ્કરો ખાબકયા હતા. ચોરી કરવા માટે તમામ જગ્યાએ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો.
ચોરીની ઘટનામાં તસ્કરોને મોટો દલ્લો હાથ લાગ્યો ન હતો પરંતુ વેપારી જગદીશ પારેખની દુકાનમાંથી રૂપિયા ૧૦૦૦ની રોકડ રકમનો હાથફેરો કરી તસ્કરો નાસી ગયા હતા. આ અંગે રવિવારે વેપારીએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જૂનાગઢમાં સૌથી વધુ ધમધમતા દિવાનચોક વિસ્તારમાં એકીસાથે ચાર દુકાન, વખારમાં તસ્કરોએ હાથ અજમાવતા વેપારી આલમમાં હલચલ મચી ગઈ હતી.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
