તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Monday, 10th June 2024
શાપર-વેરાવળ પોલીસે એક માસમાં ગુમ થયેલા ૧૮ વ્યકિતઓને શોધી કાઢયા
અપર્હત ૩ બાળકોને પણ શોધી કાઢયાઃ પ્રસંશનીય કામગીરી

રાજકોટ તા.૧૦: શાપર-વેરાવળ પોલીસે એક માસમાં ગુમ થયેલા ૧૮ વ્યકિતઓ તથા અપર્હત ૩ બાળકોને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
ગ્રામ્ય જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ તથા ગોંડલ ડિવીઝનના ડી.વાય.એસ.પી. કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર (વે.) પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થનારને શોધી કાઢવા સર્કલ પોલીસ ઇન્સ.એસ.જી.રાઠોડ. ગોંડલ સર્કલ, તથા શાપર (વે.) પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ.આર.કે. ગોહિલ અલગ અલગ છ ટીમો બનાવી અલગ અલગ દિશાઓમાં ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ કરાવી છેલ્લા એક માસમાં શાપર (વે.) પો.સ્ટે. વિસ્તારમાંથી ૧૮ (અઢાર) ગુમ થયેલ વ્યક્તિઓને તથા ૦૩ (ત્રણ) અપહરણ થયેલ બાળકોને શોધી તેના પરીવારજનો સાથે મિલન કરાવેલ હતુ અને ગુમ થનાર મળી આવતા પરીવારજનો ગુમ થનારને ભેટીને ભાવ વિભોર થઇ ગયેલ હતા અને પોલીસનો આભાર માનેલ હતો.
આ કામગીરી શાપર વેરાવળ પો.સ્ટે.ના પી.એસ.આઇ. જી.બી.જાડેજા, એ.એસ.આઇ હરદિપસિંહ જાડેજા, વિરભદ્રસિંહ વાઘેલા, પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ રાણા, મહેન્દ્રભાઇ ધાધલ, તુષારસિંહ જાડેજા, પ્રહલાદસિંહ રાઠોડ, રાજેશભાઇ વાવડીયા તથા રવિરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ગોહિલ, ખીમજીભાઇ હુણ, નરેશભાઇ રોજાસરા, પ્રતિપાલસિંહ જેઠવા, ગીરીશભાઇ મકવાણા, વીરમભાઈ ભીંભા, રાજેશભાઈ બાયલ, દીલીપભાઈ વેજીયા પો.કોન્સ લગધીરસિંહ જાડેજા, પીયુષભાઇ અધેરા, અલ્પેશભાઇ ડામસીયા, નીમુબેન તથા સોનલબેન હરખાણી વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
