તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Monday, 10th June 2024
પોરબંદર પાસે બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકીઃ ૮૦૦ લીટર આથો ઝડપાયો
ભઠ્ઠી ચલાવનાર આરોપી ફરારઃ દારૂનો આથો પ્લાસ્ટીકના બેરલ સહીત કુલ પ૬૦૦નો મુદામાલ જપ્ત

પોરબંદર, તા., ૧૦: બરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબી પોલીસ ત્રાટકીને દેશી દારૂનો આથો લીટર ૮૦૦ તેમજ દારૂ ભરવા માટેના પ્લાસ્ટીકના બેરલો તથા ભઠ્ઠીના સાધનો સહીત કુલ પ૬૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે. દરોડા વખતે આરોપી હાથ આવ્યો નહોતો.
એલસીબી ઇન્ચાર્જ શ્રી એચ.એમ. જાડેજાના માર્ગદર્શન મુજબ પેટ્રોલીંગ દરમ્યાન હીમાંશુભાઇ મક્કા તથા નટવરભાઇ ઓડેદરાને મળેલ હકીકત આધારે બરડા ડુંગર કોઠાવાળાનેશથી દુર જરમાં આરોપી રાજુ ભીમાભાઇ ગુરગુટીયા (રહે. આદિત્યાણાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૮૦૦ કિ. રૂા. ૧૬૦૦ તથા આથાની વાસવાળા ૨૦૦ લીટરના પ્લાસ્ટીકના બેરલ નંગ-૪ કી. રૂા. ૧૬૦૦ તથા પાણી ભરેલ ૨૦૦ લીટરના પ્લાસ્ટીકના બેરલ નંગ-ર કી. રૂા. ૮૦૦ તથા પતરાના બોઇલર બેરલ નંગ ર કિ. રૂા. ૮૦૦ તથા પતરાના ફીલ્ટર બેરલ નંગ ર કિ. રૂા. ૮૦૦ મળી કુલ કિ. રૂા. પ૬૦૦નો મુદામાલ મળી આવતા આરોપી રાજુ ભીમાભાઇ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજી. કરાવેલ છે.
દારૂના દરોડા દરમ્યાન આરોપી રાજુ ભીમાભાઇ ગુરગુટીયા રહે. આદિત્યાણા નાસી ગયેલ છે. દારૂ દરોડાની આ કામગીરીમાં પોરબંદર એચ.એમ.જાડેજા, બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, ઉદયભાઇ વરૂ, ઉપેન્દ્રસિંહ જાડેજા, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, હીમાંશુભાઇ મક્કા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લખમણભાઇ ઓડેદરા, નાથીબેન કુછડીયા તથા નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, ડ્રાઇવર ગોવિંદભાઇ માળીયા વિગેરે રોકાયેલ હતા
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
