News of Monday, 10th June 2024
મોરબીના વાવડી રોડ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા એક ઝડપાયો, બે ફરાર.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના વાવડી રોડ ઉપર બાપાસીતારામ મઢુલી નજીક ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી નિલેશ નકુભાઈ પ્રજાપતિ રહે.મારુતિનગર મોરબી વાળાને મોબાઈલ ફોનમાં ભારત – પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલા ટી ટવેન્ટી મેચ જોઈ આરોપી ઇબુ કાસમાણી અને અહેમદ સુમરા નામના શખ્સ સાથે રનફેરનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ આરોપી ઇબુ અને અહેમદના નામ ખોલાવી બન્નેને ફરાર જાહેર કરી રોકડા રૂપિયા 780 તેમજ 7000નો મોબાઈલ ફોન કબ્જે કરી જુગારધારા અન્વયે ગુન્હો દાખલ કર્યો હતો.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
