<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

ગોંડલ યાર્ડમાં આજે 17668 બોક્સ કેરીની આવક, જાણો આજના ભાવ : 10 કિલો બોક્સનો ભાવ 800 થી 1125 રૂપિયા

 ગોંડલ તા.૧૧ : માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી હતી. આજે કુલ 17668 બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે 20504 બોક્સ કેરીની આવક થઈ હતી.

આજે કેરીનો ભાવ શું છે?

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 800 થી 1125 રૂપિયા રહ્યો હતો.રાજાપુરી કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 400 થી 500 રૂપિયા બોલાયો હતો.

કેરીની આજે શું આવક થઈ.ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 17559 બોક્સની આવક થઈ હતી.રાજાપુરી કેરીના 109 બોક્સની આવક થઈ હતી.

આવો જોઈએ આજે ગોંડલ યાર્ડમાં ફ્રુટનો ભાવ શું રહ્યો, આ ભાવ 20 કિલોનો છે.

(4:40 PM IST)