<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

૫૦૦ રુપિયાની લેતીદેતીમાં છરીના એક ઘાએ પડોશીને પતાવ્યો

જુનાગઢની આબરુ કાઢીઃ૫૦૦ રુપિયા માટે હત્યાનો બનાવ બનતાં પાવન નગરીને કલંક લાગ્યું છે

જુનાગઢ, તા.૧૧

ગુજરાતનું જુનાગઢ સાધુઓનું પિયર ગણાય છે, અહીં જગવિખ્યાત ગિરનારની ગોદમાં નવનાથ સિદ્ધ ચોરાશી સિદ્ધોના બેસણાં છે આવી પવિત્ર પાવન નગરીમાં લાખો કે કરોડો માટે નહીં પરંતુ ખાલી ૫૦૦ રુપિયા માટે હત્યાનો બનાવ બનતાં પાવન નગરીને કલંક લાગ્યું છે. જુનાગઢમાં ૫૦૦ રુપિયાની લેતીદેતી મામલે એક શખ્સે તેના પડોશીની હત્યા કરી નાખી હતી.

જૂનાગઢના સક્કરબાગ નજીક રામદેવ પરા વિસ્તારમાં શખ્સે તેના પડોશી સંજય મકવાણાને છરીના એક ઘાએ પતાવી દીધો હતો. આરોપી શખ્સ અને મૃતક વચ્ચે ૫૦૦ રુપિયાની વાતે ઝગડો થયો હતો અને મોડી રાતે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી અને વાત વધી જતાં આરોપી ઉશ્કેરાયો હતો અને સંજયના છરીના જીવલેણ ઘા માર્યાં હતા જેમાં તેનું મોત થયું હતું.વંથલી તાલુકાના રવની ગામે થયેલી હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે ધુળેટીની રાતે ખૂની ખેલ ખેલાયો હતો. રવની ગામમાં સલીમ સાંઘ નામના યુવકની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.યુવાનને ત્રણ ગોળી મારી હતી

(10:00 PM IST)