<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

પોરબંદરને ડો.મનસુખ માંડવીયાની દીર્ઘદષ્‍ટિ કુનેહ અને કાર્યદક્ષતાનો ભરપુર લાભ મળશે

કેન્‍દ્રના શ્રમ-રોજગાર યુવા બાબતો રમત-ગમત મંત્રી તરીકેનો ડો.માંડવીયાએ ચાર્જ સંભાળ્‍યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૨: કેન્‍દ્રીય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવિયાએ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયનો ચાર્જ સંભાળી લીધો છે. યુવા બાબતો અને રમત-ગમત વિભાગની કામગીરી પણ ડો.મનસુખભાઇ માંડવીયા હસ્‍તક છે. પોરબંદર સહિત દેશને પોરબંદરના સાંસદ અને કેન્‍દ્રના કેબીનેટ મંત્રી ડો.મનસુખભાઇ માંડવિયાની દીર્ઘદ્રષ્‍ટિ અને કુનેહ અને કાર્યદક્ષતાનો લાભ મળશે.

પોરબંદર લોકસભા બેઠક ઉપરથી સાંસદ તરીકે ચૂંટાયેલા કેન્‍દ્રીય કેબિનેટ મંત્રીશ્રી ડો. મનસુખભાઇ માંડવીયાને મોદી સરકાર ૩.૦ માં શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતો અને રમતગમત મંત્રી તરીકે ની જવાબદારી સોંપવામાં આવી છે, જેનો કાર્યભાળ તેઓ એ સંભાળી લઈ ને કામગીરી શરૂ કરી દીધી છે.

મેક ઇન ઇન્‍ડિયા ની સામે સૌથી મોટો પડકાર આપણા જુના કાયદાઓ છે, મેક ઇન ઇન્‍ડિયા ને સફળ બનાવવા ભારત સરકારે ચાર નવા લેબર કોડ બનાવ્‍યા છે પરંતુ કાર્યદક્ષ અને કુનેહવાળા શ્રમ મંત્રી ના અભાવે આ લેબર કોડ હજુ સુધી લાગુ થઈ શકયા નથી. આવનારા સમય માં નવા શ્રમ કાનૂન લાગુ કરવા અને રોજગારી નો દર સુધારી બેરોજગારી ઓછી કરવા માટે ડો. મનસુખભાઇ માંડવિયા ને આ જવાબદારી સોંપવામાં આવી છે, આગામી વર્ષોમાં ભારત ઓલમ્‍પિક ગેમ્‍સ યજમાની કરવાનું છે જેના માટે હવે ટૂંકો સમય બાકી છે ત્‍યારે વિશ્વ કક્ષા એ ભારત નું નામ ઉજળું બને તે માટે ડો. માંડવિયા ને રમત ગમત મંત્રાલય સોંપ્‍યું છે.

તેમની આ નિમણૂક થી પોરબંદર પંથક ને પણ બહોળો લાભ મળનાર છે ત્‍યારે તેઓ ને પોરબંદર વાસીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા છે.

(11:44 AM IST)